બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / જીત બાદ ટ્રોફી કાંડ : મોહસીન નકવીએ અડધી રાતે સંતાડી દીધી એશિયા કપની ટ્રોફી-મેડલ, મોટો વિવાદ
Last Updated: 08:09 AM, 29 September 2025
પાકિસ્તાનને હરાવીને એશિયા કપની ફાઈનલ જીત્યાં બાદ ટીમ ઈન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડન્ટ મોહસીન નકવી પાસેથી એશિયા કપની ટ્રોફી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જીત બાદ નકવી ટ્રોફી સાથે મેદાનમાં આવ્યાં હતા પરંતુ ભારતીય ટીમ તેના પહેલેથી લીધેલા નિર્ણય પર અડગ રહી અને નકવી પાસેથી ટ્રોફી લેવા માટે ફરકી જ નહીં, નકવી લગભગ 2 કલાક સુધી તેમની પ્રતિક્ષા કરતાં રહ્યાં હતા.
ADVERTISEMENT
#AsiaCup #AsiaCup
— Eyecon (@eyeconlive) September 28, 2025
The Indian cricket team refused to accept the award from Pakistan. Shameless Mohsin Naqvi stood for 20 minutes. When the shameless Pakistani finally left, the award distribution began.#INDvsPAK #AsiaCupFinal #AsiaCupT20 #AsiaCup pic.twitter.com/X5gmSu9W4a
નકવી હોટલ લઈ ગયા ટ્રોફી-મેડલ
ADVERTISEMENT
ભારતીય ટીમ ટ્રોફી લેવા માટે નહીં આવે એવું જાણીને નકવી એશિયા કપની ટ્રોફી અને મેડલ પોતાની સાથે હોટલમાં લઈ ગયા હતા.
Well done team India 🇮🇳🔥
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 28, 2025
The Indian team chose not to receive the individual awards or the Asia Cup trophy while Mohsin Naqvi was present on stage.#INDvPAK pic.twitter.com/98g5sA3OjO
ADVERTISEMENT
ટ્રોફી ભારતને પરત કરો-બીસીસીઆઈ આકરા પાણીએ
BCCI એ આનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે ટ્રોફી ભારત પરત કરવી જોઈએ, કારણ કે વિજેતા ટીમ તેની હકદાર છે.
ADVERTISEMENT
ભારતે નવમી વાર જીત્યો એશિયા કપ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે એશિયા કપ જીતી લીધો છે. ભારતે નવમી વાર એશિયા કપ જીત્યો છે. પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 146 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં 150 રન બનાવી લીધા હતા અને આ રીતે ભારતે 5 વિકેટે ફાઈનલ પોતાને નામે કરી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.