બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : રેલવે બ્રિજ પર કપલ બનાવી રહ્યું હતું રીલ, પાછળથી અચાનક ટ્રેન આવી અને થયું ભયાનક
Last Updated: 03:13 PM, 12 October 2025
માત્ર વ્યૂઝ અને લાઈક્સ માટે આજકાલ લોકો જીવ પણ જોખમમાં મુકી દે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો ઘણી વખત જોખમી કરતૂતો કરે છે. ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે, જ્યારે લોકો પોતાના જીવ અને બીજાના જીવ પણ જોખમમાં મુકી દે છે.એવો જ એક વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક યુવક અને યુવતી રેલવે પુલ પર રીલ બનાવી રહ્યા હતા ત્યારે પાછળથી સ્પીડમાં ટ્રેન આવી શકે છે. આ વાયરલ વીડિયો જોઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં બન્ને એક ભોજપુરી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં યુવક સ્લો મોશનમાં યુવતીનો પીછો કરતા જોવા મળી રહ્યો છે.યુવતી આગળ આગળ ચાલી રહી છે. બન્ને આવી રીલ બનાવી રહ્યા હતા, જાણે કોઈ રોમાન્ટિક સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
🚨 For a few seconds of social media fame, people are now risking their lives. Dancing on active Railway Bridges with trains speeding right behind them.
— Gems (@gemsofbabus_) October 10, 2025
One Slip, One gust of Wind… and it’s Over. 🤦♂️ pic.twitter.com/uyifgZBw6Q
સહેજ દૂર થઈને નીકળી સ્પીડ ટ્રેન
ADVERTISEMENT
વિડીયોમાં આગળથી જોઈ શકાય છે પાછળથી હાઇ-સ્પીડ ટ્રેન આવે છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રેન તેમની ખૂબ નજીકથી પસાર થાય છે. પવનનો એક જોરદાર ઝાપટું પણ ફુંકાય છે,જેના કારણે યુવતી અને યુવતીના વાળ ઉડી જાય છે.આ બધામાં બન્ને લોકો રીલ બનાવવામાં મશગૂલ જોવા મળ્યા છે. તેમને એટલી પણ ખબર નથી કે આ ભૂલ બહું મોંઘી પડી શકે છે.

ADVERTISEMENT
વાયરલ વીડિયોને એક્સ પર @gemsofbabus_ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'સોશિયલ મીડિયા પર ફેમસ થવા લોકો હવે જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.રેલવેના પુલ પર નાચી રહ્યા છે અને પાછળ ફુલ સ્પીડમાં ટ્રેન જઈ રહી છે. જરાક ચૂક, હવાનું ઝોંકુ અને બધુ ખતમ..'આ વીડિયો જોઈને યુઝર્સે પણ રોષ ઠાલવ્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO : 'ઉઠો રાણાજી મમ્મી આવી' ધાબા પર ચાદર નીચે પડોસણ સાથે પકડાયો છોકરો, હસીને તૂટી જશો એવું બન્યું
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું કે, એક ખોટું પગલુ અને આ કન્ટેન્ટ, ટ્રેજન્ડીમાં ફેરવાઈ જાત. બીજાએ લખ્યું કે આ કન્ટેટ ક્રિએટર હવે લોકો માટે ખતરો બની ગયા છે. વધુ એક યુઝરે કહ્યું કે, ઓઢણી ફસાઈ જશે તો લેવાના દેવા થઈ જશે. રેલવે વાળા પણ આ લોકોથી કંટાળ્યા છે. આ સાથે લોકોએ આ હરકત માટે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.