Team VTV02:22 PM, 31 Mar 19
| Updated: 02:22 PM, 31 Mar 19
અગાઉ રાહુલ ગાંધી દ્વારા મસૂદજી કહેવાતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો પણ એક આવો વીડિયો સામે આવ્યો હતો કે જેમાં તેઓ આતંકી હાફીઝ સઈનેદ હાફીઝજી કહીને સંબોધન કર્યુ હતુ. ત્યારે ફરી એક વાર મસૂદને સાહેબ તરીકે સંબોધન કરતા આ નિવેદને રાજકીય વેગ પકડ્યો છે.
બિહારમાં બાયસીના ધારાસભ્યનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. RJDના ધારાસભ્ય હાજી અબ્દુસ સુભાનનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. હાજી અબ્દુસે મસૂદ અઝહરને સાહેબ કરીને સંબોધુન કર્યા બાદ મામલો વણસ્યો છે.
RJDના ધારાસભ્ય હાજી સુભાન મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેંમની જીભ લથડી અને મસૂદ અઝહરને સાહેબ કહી બેસ્યા. મહત્વનું છે કે, તેજસ્વી યાદવના મંચ પરથી હાજી અબ્દુસ સુભાને આ વિવાદિત નિવેદન આપ્યું છે. કિશનગંજમાં પ્રચાર દરમિયાન તેઓએ જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને સાહેબ કરીને સંબોધન કરતા રાજકીય ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાહુલ ગાંધી દ્વારા મસૂદજી કહેવાતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો પણ એક આવો વીડિયો સામે આવ્યો હતો કે જેમાં તેઓ આતંકી હાફીઝ સઈનેદ હાફીઝજી કહીને સંબોધન કર્યુ હતુ. ત્યારે ફરી એક વાર મસૂદને સાહેબ તરીકે સંબોધન કરતા આ નિવેદને રાજકીય વેગ પકડ્યો છે.