બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ચૂંટણી 2019 / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે

ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે

Last Updated: 02:32 PM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકી દેશ ડોમિનિકા પ્રધાનમંત્રી મોદીને એક ખાસ એવોર્ડ આપીને તેમનું સન્માન કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફ્રિકા પ્રવાસ પહેલા આફ્રિકન દેશ ડોમિનિકાએ પીએમ મોદીને દેશનું સૌથી મોટું સન્માન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં કોરોના મહામારી વખતે ભારતે ડોમિનિકાને વેક્સિ સહિત બીજા પ્રકારની સહાય પહોંચાડી હતી તેથી કદર રુપે હવે ડોમિનિકા ભારતને પીએમ મોદીને એવોર્ડના રુપમાં રિટર્ન ગિફ્ટ આપી રહ્યો છે. ડોમિનિકાના કોમનવેલ્થના પ્રમુખ, સિલ્વેની બર્ટન ભારત-કેરીકોમ સમિટ દરમિયાન પીએમ મોદીએ તેમના દેશના સૌથી મોટો નાગરિક એવોર્ડની સન્માનિત કરશે.

ડોમિનિકાના વડા પ્રધાને પીએમ મોદીના વખાણ કર્યાં

ડોમિનિકાના વડા પ્રધાન સ્કિરિટે પણ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી વખતે ભારતે અમને ખૂબ મદદ કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવું એક સન્માનની વાત છે.

19 થી 21 નવેમ્બર સુધી ભારત-કેરીકોમ સમિટ

ભારત-કેરીકોમ સમિટ 19 થી 21 નવેમ્બર દરમિયાન ગુયાનાના જ્યોર્જટાઉનમાં યોજાવાની છે. નોંધનીય છે કે પીએમ મોદી 16 થી 21 નવેમ્બર સુધી આફ્રિકન દેશોના પ્રવાસે જઈ રહ્યા છે.

ભારતે ડોમિનિકાને મોકલ્યાં 70,000 વેક્સિનના ડોઝ

ફેબ્રુઆરી 2021માં કોરોના મહામારી વખતે ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકા વેક્સિનના 70,000 ડોઝ મોકલ્યાં હતા. ભારતની વેક્સિન મદદને કારણે ડોમિનિકાને પડોશી કેરેબિયન દેશોની મદદ કરવાની તક મળી હતી.

PM ભારત-CARICOM સમિટમાં ભાગ લેશે

આ પુરસ્કારની ઓફર સ્વીકારીને વડાપ્રધાન મોદીએ ક્લાઈમેટ ચેન્જ અને ભૌગોલિક રાજકીય સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ મુદ્દાઓને ઉકેલવા માટે ડોમિનિકા અને કેરેબિયન દેશો સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pm modi dominica visit dominica pm civilian honor dominica news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ