લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રીલના રોજ યોજાવાની છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથએે VTV એ હવાઇ ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમાં હાર્દિક પટેલે 2019ની ચૂંટણીને લઇને નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરી શકશે. આ સાથે જ તેણે કહ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો લોકોની કેવા પ્રકારની સમસ્યા છે તે જાણવાનો પ્રયાહ હું અત્યારથી જ કરી રહ્યો છે.
તો આ સાથે જ સુરેન્દ્રનગરની સભામાં થયેલ લાફાકાંડની ઘટના અંગે હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપ મારા પર હુમલા કરી રહ્યું છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે આપેલ નિવેદન મામલે હાર્દિકે કહ્યું કે, આ મામલે અલ્પેશ વિશે હું કાંઇ બોલવા નથી માંગતો. વધુમાં શું કહ્યું તે માટે જુઓ VTV નો આ વિશેષ ઇન્ટરવ્યુ..