બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / jnu vice chancellors statement lord shiva not belongs to upper caste
Pravin
Last Updated: 04:57 PM, 23 August 2022
ADVERTISEMENT
JNUના કુલપતિ શાંતિશ્રી ધુલિપુડીએ હિન્દુ દેવી દેવતાઓની જાતિને લઈને ટિપ્પણી કરી છે. તેમણે એક સમારંભમાં કહ્યું કે, ભગવાન શિવ એસસી અથવા એસટી હોવા જોઈએ, કેમ કે તેઓ શ્મશાનમાં બેસે છે. તેમણે કહ્યું કે, મનુસ્મૃતિ અનુસાર તમામ મહિલાઓ શુદ્ર છે, એટલા માટે કોઈ પણ મહિલા એ દાવો ન કરી શકે કે તે બ્રાહ્મણ અથવા કંઈક બીજૂ છે. તેમણે દાવો કર્યો છે કે, હિન્દુ દેવી દેવતાઓ ઉંચ્ચી જાતિના નથી. કુલપતિએ દેશમાં જાતિ સંબંધિ હિંસાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, મનુષ્ય જાતિના વિજ્ઞાન અનુસાર દેવતા ઉચ્ચ જાતિના નથી. કુલપતિ સોમવારે ડો. બી. આર. આંબેડકર વિચાર જેંડર જસ્ટિસ: ડિકોડિંગ દ યુનિફોર્મ સિવિલ કોડ ના અવસર પર બોલી રહ્યા હતા.
તેમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે, મનુસ્મૃતિમાં મહિલાઓને શુદ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે કોઈ પણ મહિલા એ દાવો ન કરી શકે છે કે, તે બ્રાહ્મણ કે અન્ય કંઈ છે. તેમણે કહ્યું કે, મહિલાઓને જાતિ પોતાના પતિ અથવા પિતા તરફથી મળે છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, ભગવાન શિવ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી હશે, કારણ કે તેઓ સ્મશાનમાં બેસે છે. તેમની પાસે સાપ રહે છે. તેઓ ખૂબ ઓછા કપડા પહેરે છે. તેમને નથી લાગતુ કે બ્રાહ્મણ શ્મશાનમાં બેસી શકે.
કુલપતિ અહીંથી અટક્યા નહોતા. તેમણે કહ્યુ કે, માતા લક્ષ્મી, શક્તિ ત્યાં સુધી કે ભગવાન જગન્નાથ પણ મનુષ્ય જાતિ વિજ્ઞાન અનુસાર ઉચ્ચ જાતિમાંથી નથી આવતા. તેઓ હકીકતમાં આદિવાસી મૂળના છે. ત્યારે આવા સમયે હાલમાં પણ આપણે શા માટે ભેદભાવ રાખીએ છીએ. તે ખૂબ જ અમાનવીય છે. તેમણે કહ્યું કે, એ ખૂબ જ મહત્વનું છે કે, બાબાસાહેબના વિચારો પર ફેરવિચારણ કરવાની વાત કરી રહ્યા હતા.દેશમાં આધુનિક ભારતનો કોઈ નેતા નથી થયો, જે આટલા મહાન વિચારક હોય.તેમણે વિચાર રજૂ કર્યો હતો કે, હિન્દુ ધર્મ એક ધર્મ નહીં પણ જીવન જીવવાની રીત છે, તો આપણે કોઈ પણ પ્રકારની ટિકાથી શા માટે ભયભીત થઈ જઈએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT