બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / એ શખ્સ કે જેનો ઇન્ડિયન સિનેમાજગતમાં છે સૌથી મોટો રોલ, એકસમયે પત્નીના ઘરેણાં પણ વેચવા પડેલાં

ફિલ્મ ઇન્ડસ્ટ્રી / એ શખ્સ કે જેનો ઇન્ડિયન સિનેમાજગતમાં છે સૌથી મોટો રોલ, એકસમયે પત્નીના ઘરેણાં પણ વેચવા પડેલાં

Last Updated: 10:00 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સિનેમાની શરૂઆત વર્ષ 1913માં થઈ હતી. દાદાસાહેબ ફાળકેએ જુગાડ કરીને તેમની પહેલી ફિલ્મ બનાવી અને પછી ધીમે ધીમે ભારતીય સિનેમા જ્યાં છે ત્યાં પહોંચી ગયું. આજે તેમની જન્મજયંતિ છે.

હાલના સમયમાં આપણે એકથી એક ચઢિયાતી ફિલ્મો જોઈએ છીએ. આપણા માટે ફિલ્મો મનોરંજનનું એક મહત્ત્વનું સાધન બની ચુકી છે. લોકોને ફિલ્મો જોવાનો મજા પણ ખૂબ જ આવે છે. ત્યારે વિચારો કે ફિલ્મો ન હોત તો શું થાત? ફિલ્મોની શરૂઆત કોણે કરી? ભારતમાં પહેલી ફિલ્મ કોણે બનાવી? ક્યારે બનાવી? કેવી રીતે બનાવી? તો જણાવી દઈએ કે ભારતીય સિનેમાનો પાયો નાખનાર વ્યક્તિ હતા દાદાસાહેબ ફાળકે. તેઓ ભારતીય સિનેમાના પહેલા નિર્દેશક-નિર્માતા હતા. એટલે જ તેમને 'ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા' કહેવામાં આવે છે. દાદાસાહેબ ફાળકેએ વર્ષ 1913માં ભારતીય સિનેમાની શરૂઆત કરી હતી.

ભારત સરકારે તેમની યાદમાં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ'ની શરૂ કર્યા. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓ નાના અને મોટા પડદા પર પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરે છે. ત્યારે આજે જાણીએ દાદાસાહેબ ફાળકે વિશે, કોણ હતા તેઓ? તેમને સિનેમાનો વિચાર કેવી રીતે આવ્યો? આની પાછળ એક રસપ્રદ કહાની છે. સાથે જ જણાવી દઈએ કે આજે દાદાસાહેબ ફાળકેની જન્મજયંતિ છે.

કોણ હતા દાદાસાહેબ ફાળકે

દાદાસાહેબ ફાળકેનો જન્મ 30 એપ્રિલ 1870 ના રોજ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ત્ર્યંબક જિલ્લામાં થયો હતો. ફાળકેનું સાચું નામ ધુંધીરાજ ગોવિંદ ફાળકે હતું જેઓ મરાઠી બ્રાહ્મણ પરિવારથી હતા. તેમના પિતા ગોવિંદ સદાશિવ ફાળકે નાસિકના જાણીતા વિદ્વાન હતા અને તેમણે તેમના પુત્ર ધુંધીરાજ ગોવિંદને પણ ઘણી વિદ્યાઓ શીખવી હતી. ફાળકેને બાળપણથી જ કળામાં રસ હતો અને તેઓ કલાના ક્ષેત્રમાં કંઈક કરવાની ઇચ્છા ધરાવતા હતા.

ફાળકેએ 1885માં જેજે સ્કૂલ ઓફ આર્ટમાં એડમિશન લીધું અને ત્યાંથી લગભગ 5 વર્ષનો અભ્યાસ પૂરો કરીને 1890માં વડોદરાના રાજા સયાજીરાવ કલા ભવનમાં એડમિશન લીધું. અહીં ફાળકેએ પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી શીખી. આ પછી તેમણે ફોટોગ્રાફીમાં જ કામ કરવાનું શરૂ કર્યું.

1885માં જ દાદાસાહેબ ફાળકેના લગ્ન થયા હતા, પરંતુ જ્યારે તેમણે ફોટોગ્રાફીનું કામ કરવાનું શરૂ કરી ચુક્યા હતા, તો એના થોડા સમય પછી 1900માં તેમની પત્ની અને બાળકનું અવસાન થયું અને તેમને કામ છોડવું પડ્યું. પત્ની અને બાળકના જતા રહેવાથી ફાળકે દુખી થઈ ગયા હતા, પરંતુ જ્યારે તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા ત્યારે ફરીથી કામ કરવા વિશે વિચારવા લાગ્યા.

દાદાસાહેબ ફાળકેએ કેવી રીતે બનાવી તેમની પ્રથમ ફિલ્મ?

દાદાસાહેબ ફાળકે જ્યારે અંગ્રેજી ફિલ્મો જોતા હતા ત્યારે તેમના મનમાં વિચાર આવતો હતો કે ભારતીય સંસ્કૃતિ પર પણ ફિલ્મો બનવી જોઈએ. પરંતુ ફિલ્મો કેવી રીતે બને છે તેનો તેમને ખ્યાલ નહોતો. તે દિવસોમાં, ફાળકેની મુલાકાત એક જર્મન જાદુગર સાથે થઈ જેણે તેમને ફોટોગ્રાફીની વધુ ટ્રિક્સ શીખવી જેનાથી તેઓ ફિલ્મો બનાવી શકે. તેમ છતાં, ફિલ્મ બનાવવા માટે આટલું પૂરતું ન હતું. વર્ષ 1912માં ફાળકે કોઈક રીતે લંડન ગયા. અહીં તેઓ સૌથી પહેલા એક સાપ્તાહિક સામયિકના સંપાદકને મળ્યા અને એ સંપાદકે ફાળકેનો પરિચય તે સમયે પ્રખ્યાત એવા એક દિગ્દર્શક-નિર્માતા સાથે કરાવ્યો.

લગભગ 3 મહિના સુધી ત્યાં રહ્યા પછી, ફિલ્મોનું શૂટિંગ કેવી રીતે થાય છે, કેવી રીતે લખાય છે અને બીજું શું-શું થાય છે તે શીખીને ફાળકે ભારત પરત ફર્યા. ફાળકેનો સંઘર્ષ હજુ પૂરો થયો ન હતો કારણ કે બધા પૈસા તો ખતમ થઈ ગયા હતા તો ફિલ્મ કેવી રીતે બનાવવી. તેથી, તેમની બીજી પત્ની સરસ્વતી ફાળકેએ તેમને તેમના ઘરેણાં આપ્યા જેને વેચીને ફાળકેએ પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (1913) બનાવી.

આ ફિલ્મ બનાવવી સરળ ન હતી કારણ કે હરિશ્ચંદ્ર માટે એક અભિનેતા મળી ગયો હતો પરંતુ મહારાણી તારામતીની ભૂમિકા ભજવવા માટે કોઈ મળ્યું ન હતું. એ સમયગાળામાં, મહિલાઓને ફિલ્મો કરવું તો દૂર, જોવાનું પણ પસંદ નહોતું. ખૂબ વિચાર કર્યા પછી, ફાળકેએ એક વ્યક્તિને બોલાવ્યો જેને તેમને જાણતો હતો અને તેને મહારાણીનો રોલ આપી દીધો. આ વ્યક્તિ એ હોટેલમાં રસોઈયો હતો જ્યાં ફાળકે અવારનવાર જમવા જતા હતા.

ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી જે 21 એપ્રિલ 1913ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન, પ્રોડક્શન, સ્ટોરી, કેમેરામેન અને અન્ય તમામ કામ દાદાસાહેબ ફાળકેએ એકલા હાથે કર્યું હતું. કારણ કે કોઈને ખબર જ ન હતી કે ફિલ્મો કેવી રીતે બને છે. એવું કહેવાય છે કે ભારતીયો ખૂબ ખુશ હતા અને ફિલ્મ લગભગ 23 દિવસ સુધી કેટલાક થિયેટરોમાં ચાલી હતી.

દાદાસાહેબ ફાળકેની ફિલ્મો

દાદાસાહેબ ફાળકેએ 'હિન્દુસ્તાન ફિલ્મ્સ' નામનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું જેમાં મુંબઈના કેટલાક ઉદ્યોગપતિઓના પૈસા રોકાયા હતા. તેઓ હંમેશા પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવવાનો આગ્રહ રાખતા હતા. તેમણે 'લંકા દહન', 'મોહિની ભસ્માસુર', 'કાલિયા મર્દન', 'ક્રિષ્ના' જેવી ફિલ્મો બનાવી અને આ બધી મૂંગી ફિલ્મો હતી.

સમય વીતતો ગયો અને લોકો આ લાઈનમાં જોડાવા લાગ્યા અને બોલતી ફિલ્મો આવી. બાદમાં ફાલ્કેએ 'હિન્દુસ્તાન ફિલ્મ્સ'માંથી રાજીનામું આપી દીધું અને ફિલ્મો બનાવવાનું પણ બંધ કરી દીધું. ફાળકેએ માત્ર એક-બે બોલતી ફિલ્મો બનાવી હતી, જે પછી તેમની તબિયત પણ બગડવા લાગી હતી.

દાદાસાહેબ ફાળકેનું નિધન

જ્યારે અલગ-અલગ લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા તો તેમણે પોતપોતાની રીતે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ફાળકેના ઘણા લોકોએ તેમને જૂના જમાનાનાં કહીને છોડી દીધા. અંતિમ દિવસોમાં તેઓ એકદમ એકલા પડી ગયા હતા. જો કે તેમણે એ વાતની ખુશી હતી કે જે તેઓ કરવા માંગતા હતા એ તેઓએ કર્યું.

વધુ વાંચો: કોણ છે એક્ટ્રેસ અમૃતા પાંડે? જેનો પોતાના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ, વોટ્સએપની છેલ્લી પોસ્ટે ચોંકાવી દીધા

16 ફેબ્રુઆરી 1944ના રોજ દાદાસાહેબ ફાળકેનું અવસાન થયું. બાદમાં સ્વતંત્રતા સંગ્રામ થયો અને લોકો તેમને ભૂલી ગયા. જો કે, વર્ષ 1969 માં, ભારત સરકારે તેમને ફરીથી યાદ કર્યા અને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'ની જાહેરાત કરી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 54 કલાકારોને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ