બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા પહેલા ચેતજો! રિસર્ચની આ 5 વસ્તુની રાખજો કાળજી, નહીંતર થશો હોસ્પિટલ ભેગા

નુકસાન / ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા પહેલા ચેતજો! રિસર્ચની આ 5 વસ્તુની રાખજો કાળજી, નહીંતર થશો હોસ્પિટલ ભેગા

Last Updated: 06:59 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલ્ડ ડ્રિંકનું વધુ પડતું સેવન તમને બીમાર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ

ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પીણાનું સેવન કરવું સામાન્ય બાબત છે. મોટી સંખ્યામાં લોકો ઠંડા પીણા પીને ગરમીથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. દરેક ઉંમરના લોકો ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. ઠંડી હોવાને કારણે આ પીણાં લોકોને ખૂબ આકર્ષે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવું અત્યંત નુકસાનકારક હોઈ શકે છે.

તમને આ વાત અજીબ લાગશે પરંતુ એ વાત સાચી છે કે કોલ્ડ ડ્રિંકનું વધુ પડતું સેવન તમને બીમાર કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ, નહીં તો સુગર લેવલમાં અચાનક ઉછાળો આવી શકે છે. દરેક વ્યક્તિએ કોલ્ડ ડ્રિંક્સ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જોઈએ, જેથી સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચી શકાય.

Cold-Drinks1

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર કોલ્ડ ડ્રિંકનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સોડા સહિતના શુગર ડ્રિક્સ પીણાંમાં પોષક તત્વોનું પ્રમાણ નહિવત છે. મોટાભાગના ઠંડા પીણામાં સુગર અને કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વધુ માત્રામાં શુગરને કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. સુગર યુક્ત પીણાં ખાસ કરીને સ્વાસ્થ્ય પર સૌથી વધુ ખરાબ અસર કરે છે.

પેટની આસપાસ ચરબી જમા થઈ શકે

વધુ પડતી કેલરી શરીરનું વજન વધારી શકે છે અને ઘણી બીમારીઓનું જોખમ વધારી શકે છે. વધુ પડતાં મીઠાં પીણાં લેવાથી પેટ પર ચરબી જમા થઈ શકે છે. કોલ્ડ ડ્રિંક્સમાં ભરપૂર માત્રામાં ફ્રુક્ટોઝ હોય છે, જેના કારણે પેટની આસપાસ ચરબી જમા થઈ શકે છે. આને આંતરડાની ચરબી અથવા પેટની ચરબી તરીકે ઓળખવામાં આવે છે. પેટની ચરબી વધવાથી ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધી જાય છે.

નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું જોખમ

ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ઠંડા પીણાના વધુ પડતા સેવનથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું જોખમ વધી જાય છે. વાસ્તવમાં જો વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવામાં આવે તો વધુ માત્રામાં લિવર સુધી પહોંચે છે, પછી તે ઓવરલોડ થઈ જાય છે અને ફ્રક્ટોઝને ચરબીમાં ફેરવે છે. જેના કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે. ડ્રિક્સનો શોખ તમને ડાયાબિટીસના દર્દી બનાવી શકે છે.

આ પણ વાંચોઃ ખાવામાં ખતરો! કેવી રીતે ઓળખવું પનીર અસલી છે કે નકલી? 4 ટ્રિક કાઢશે કામ

વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે, જેનાથી બ્લડ સુગર વધે છે. જો તમે ઘણા બધા ઠંડા પીણાં પીઓ છો, તો તમારા કોષો ઇન્સ્યુલિનની અસરો પ્રત્યે ઓછા સંવેદનશીલ બની શકે છે. ઘણા સંશોધનો અનુસાર વધુ પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી તમે તેના વ્યસની બની શકો છો, જેના કારણે તમારા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ