બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / NISAR સેટેલાઇટ, જે તમને બચાવશે દરેક કુદરતી આફતોથી, જાણો કેવીરીતે કામ કરશે?

NASA-ISRO Mission / NISAR સેટેલાઇટ, જે તમને બચાવશે દરેક કુદરતી આફતોથી, જાણો કેવીરીતે કામ કરશે?

Last Updated: 10:52 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NISAR સેટેલાઈટનું પૂરું નામ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર છે. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, એટલે કે તેને પૃથ્વીનું વિશ્લેષણ કરવા માટે લોન્ચ કરવામાં આવશે.

અવકાશમાં ભારત અને ઈસરોની તાકાત વધી રહી છે અને તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ 'NISAR' સેટેલાઇટ છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને NISAR સેટેલાઈટ વિકસાવ્યો છે. પણ આ સેટેલાઇટ શું છે? તેનો હેતુ શું છે? ચાલો તેના વિશે જાણીએ..

NISAR સેટેલાઈટનું પૂરું નામ શું છે?

NISAR સેટેલાઈટનું પૂરું નામ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર છે. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, એટલે કે તેને પૃથ્વીનું વિશ્લેષણ કરવા માટે લોન્ચ કરવામાં આવશે. NISAR આપણા ગ્રહના જંગલ અને વેટલેન્ડ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરશે. વૈશ્વિક કાર્બન સાયકલ પર તેમની શું અસર પડશે તે જાણી શકાશે.

કેવી રીતે અને ક્યાંથી થશે લોન્ચિંગ?

આ સ્ટેટલાઇટ GSLV-MK2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. જે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી થશે. જણાવી દઈએ કે અત્યાર સુધી સેટેલાઈટ અને પેલોન્ડની ઘણી વખત ટેસ્ટિંગ થઈ ચૂકી છે.

ISRO અને NASA દ્વારા લોન્ચ કરવામાં આવનાર સેટેલાઇટ "NISAR" વિશ્વને કુદરતી આફતોથી બચાવવાના ઉપાયો સૂચવશે અને તેમની સ્થિતિ જણાવશે. દરિયાઈ સપાટી વધવાથી લઈને તોફાન, ગ્લેશિયર પીગળવાથી લઈને જ્વાળામુખી ફાટવા સુધી, આ ઉપગ્રહ વિશ્વભરમાં જમીનની ગતિવિધિઓ પર નજર રાખશે.

વધુ વાંચો: શું ડૂબી રહી છે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની રાજધાની? સામે આવ્યું ચોંકાવનારું કારણ

આ રીતે કામ કરશે NISAR સેટેલાઇટ

રિપોર્ટ્સ અનુસાર, લોન્ચિંગ પછી આ સેટેલાઈટ તેની કક્ષામાં પંહોચશે. પછી તે દર 12 દિવસે પૃથ્વીની સમગ્ર જમીન અને બર્ફીલી સપાટીને સ્કેન કરશે. ઉપગ્રહ જે ડેટા એકત્રિત કરશે તેમાંથી વૈજ્ઞાનિકો કાર્બનના ઉત્સર્જન અને શોષણને સમજશે. એકંદરે તે વૈજ્ઞાનિકોને કાર્બન ચક્રને સમજવામાં મદદ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ