બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 AM, 21 May 2024
સતત વધતી મોંઘવારીના કારણે મિડલ ક્લાસ ફેમિલીની સામે મોટી સમસ્યા છે કે તે ખાય શું અને બચાવે શું? પરંતુ તમે 50:30:20નો ફોર્મુલા અપનાવીને સરળતાથી સેવિંગ કરી શકો છો. સરળ ભાષામાં કહીએ તો તમે સેલેરીને ત્રણ ભાગોમાં વહેચી શકો છો.
ADVERTISEMENT
જો તમે નોકરી કરો છો તો તમારા ખાતામાં જેટલી સેલેરી ક્રેડિટ થાય છે. તેના પર 50:30:20ના ફોર્મુલાને એપ્લાય કરી શકો છો. જેના બાદ અમુક વર્ષમાં જ તમે મોટુ ફંડ ઉભુ કરી શકો છો. ત્યાં જ જો તમે વેપાર કરો છો તો મહિનાની આવક પર આ ફોર્મુલાને લગાવીને તમે બધા ખર્ચ છતાં પોતાની સેવિંગ માટે પૈસા બચાવી શકો છો. તો આવો આ ફોર્મુલાનું કેલક્યુલેશન સમજીએ.
ADVERTISEMENT
50 ટકા ખર્ચ
માની લો કે તમારી સેલેરી મહિને 50,000 રૂપિયા છે. પરંતુ તમને ખબર નથી કે પૈસાની સેવિંગ કેવી રીતે કરવામાં આવે. પહેલા 50:30:20 ફોર્મુલાને સમજીએ.
50%+30%+20% એટલે કે તમારી કમાણીને ત્રણ ભાગોમાં વહેચવાની જરૂર છે. પહેલો 50 ટકા ભાદ જરૂરી કામો પર ખર્ચ કરો. તેમાં ભોજન, રહેવાનું અને શિક્ષા. કુલ મળીને તમારી મહિનાની કમામી છે તેનો અડધો ભાગ આ કામો માટે કાઢી લો. એટલે કે 25 હજાર રૂપિયા.
અહીં ખર્ચ કરો 30 ટકા
ફોર્મુલા હેઠળ આવકના 30 ટકા ભાગ, તે વસ્તુઓ પર ખર્ચ કરો જે તમારી ઈચ્છાઓ સાથે જોડાયેલો છે તેમાં તમે બહાર ફરવું, મૂવી જોવી, ગેજેટ્સ, કપડા, કાર, બાઈક અને સારવારના ખર્ચ રાખી શકો છો. લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા ખર્ચ તમે આ 30 ટકામાં કરી શકો છો. નિયમ અનુસાર 50 હજાર રૂપિયા મહિના કમાણી કરનારને વધારેમાં વધારે 15 હજાર રૂપિયા આ વસ્તુઓ પર ખર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે. 50:30:20 ફોર્મુલા અનુસાર બાકીને 20 ટકા ભાગને બચાવો. પછી તેને યોગ્ય જગ્યા પર રોકાણ કરો.
20 ટકાની બચત
50:30:20 ફોર્મુલા અનુસાર 20 ટકા ભાગ આંખ બંધ કરીને બચત માટે મુકી દો. એટલે કે 50 હજાર સેલેરી વાળા લોકો 10 હજાર રૂપિયાનું રોકાણ કરો. તેના માટે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP અને બોન્ડમાં લગાવી શકો છો.
આ ફોર્મુલા અનુસાર 50 હજાર રૂપિયા કમાણી કરનાર વર્ષે કમસે કમ 1.20 લાખ રૂપિયા બચાવી શકે છે અને જ્યારે તમે આ બચતને યોગ્ય જગ્યા પર રોકાણ કરશો તો દર વર્ષે તે વધશે અને તેના પર મળતા વ્યાજ પર ચક્રવૃદ્ધિ વ્યાજ જોડીને મોટુ ફંડ બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.