બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સંસદની સુરક્ષામાં ફેરફાર: હવેથી CISFના 3300 જવાનો રહેશે ખડેપગે, CRPFની 10 વર્ષ બાદ વિદાય
Last Updated: 12:13 PM, 21 May 2024
સંસદની સુરક્ષામાં લાગેલા 1400થી વધારે CRPF કર્મચારીઓને હટાવ્યા બાદ સોમવારે તેની સંપૂર્ણ જવાબદારી CISFએ સંભાળી લીધી. તેના 3,300થી વધારે કર્મચારીઓએ તેની સુરક્ષાની જવાબદારી પોતાના હાથોમાં લઈ લીધી. ઓફિશ્યલ સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદમાં તૈનાત CRPFના પાર્લિયામેન્ટ ડ્યૂટી ગ્રુપે 17મેએ પોતાના 1400 જવાનોને પરત બોલાવી લીધા છે. સાથે જ પોતાના બધા વાહન, હથિયાર અને કમાંડો પણ હટાવી લીધા છે.
ADVERTISEMENT
CISFના 3,300 જવાનોની સુરક્ષાની જવાબદારી
ADVERTISEMENT
CISFના કમાંડર DIG રેંકના અધિકારીએ સંસદ સુરક્ષા સાથે જોડાયેલી બધી જાણકારી CISFને સોંપી દીધી છે. તેમણે કહ્યું છે કે ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુરક્ષા ચુકની ઘટના બાદ સરકારે સીઆઈએસએફને સીઆરપીફથી સુરક્ષા કાર્યભાર સંભાળવા કહ્યું હતું.
વધુ વાંચો: શું છે આ 50:30:20 ની ફોર્મ્યુલા, જે તમને કરોડપતિ બનતા નહીં રોકી શકે! સમજો ગણિત
વર્ષ 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર એક મોટી સુરક્ષા ચુકમાં 13 ડિસેમ્બર 2023એ શૂન્યકાળ વખતે બે વ્યક્તિ દર્શક દીર્ધાથી પાર્લામેન્ટમાં કૂદી ગયા હતા અને તેમણે કેનથી પીળો ધુમાડો છોડ્યો હતો તે લોકોને સાંસદોએ પકડી લીધા હતા. તે દિવસે લગભગ તે સમયે સંસદ પરિસરની બહાર બે અન્ય વ્યક્તિઓએ નારા લગાવતા કેનથી રંગીન ધુમાડા છોડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.