બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું મૃત્યુ બાદ તમારો આધાર નંબર બીજાને મળી જાય? જાણો શું કહે છે નિયમ?

જાણવા જેવું / શું મૃત્યુ બાદ તમારો આધાર નંબર બીજાને મળી જાય? જાણો શું કહે છે નિયમ?

Last Updated: 09:42 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર વિના ભાગ્યે જ કોઈ યોજનાનો લાભ મેળવી શકાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેના આધાર કાર્ડનું શું થાસ્તુ હશે? શું તમારા મૃત્યુ પછી તમારો આધાર નંબર કોઈ બીજી વ્યક્તિને મળી જાય છે? ચાલો જાણીએ...

આજના સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે આધાર કાર્ડ. કોઈ પણ સરકારી કામકાજથી લઈને કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ તમારી ઓળખ છે. તમારી ઓળખ આપવા માટે સરકાર દ્વારા જારી કરવામાં આવેલું ડોક્યુમેન્ટ છે. આધાર વગર કદાચ જ કોઈ યોજનાનો લાભ ઉઠાવી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના આધાર કાર્ડનું શું થાય છે? શું તમારા મૃત્યુ પછી તમારો આધાર નંબર કોઈ બીજાને મળી જાય છે? આધાર કાર્ડ સરન્ડર કે બંધ કેવી રીતે કરાવી શકાય?

આધાર કાર્ડ 12 અંકનો યુનિક નંબર છે. તેમાં નામ, સરનામું અને ફિંગરપ્રિન્ટ સહિત અન્ય ઘણી માહિતીનો સમાવેશ થાય છે. આધાર કાર્ડ વિના સરકારી યોજનાઓનો લાભ મેળવવો લગભગ અશક્ય બની ગયો છે.

aadhaar-card

કેન્સલ નથી થઈ શકતું આધાર

કોઈ મૃત વ્યક્તિના આધારને રદ કરવાનો પ્રશ્ન વારંવાર ઉભો થાય છે. તેના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં તેમના મૃત્યુ બાદ તેમના આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધાર કાર્ડ UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. સૌથી પહેલા જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ કેન્સલ કરી શકાતું નથી.

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, તો હજુ સુધી એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી કે જેનાથી તેનું આધાર સરન્ડર અથવા બંધ કરી શકાય. આનો સ્પષ્ટ અર્થ છે કે તમારું આધાર કાર્ડ સક્રિય રહેશે પરંતુ UIDAI એ આધાર કાર્ડને લોક કરવાની સુવિધા આપી છે. જેથી તમારો આધાર સુરક્ષિત રહે. તેમજ મૃતક વ્યક્તિનો આધાર નંબર પછીથી અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવતો નથી. જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે, તો તેનું આધાર કાર્ડ લોક કરાવો, જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરે.

વધુ વાંચો: હવેથી PF ખાતાધારકના મોત પર નોમિનીને રૂપિયા લેવામાં નહીં પડે કોઈ તકલીફ, બદલાયા EPFOના નિયમ

આ રીતે કરો આધાર કાર્ડને લોક

  • આધાર કાર્ડને લોક કરવા માટે વેબસાઇટ www.uidai.gov.in પર જવું પડશે.
  • અહીં My Aadhaar સિલેક્ટ કરો અને પછી Aadhaar Services પર ક્લિક કરો.
  • આ પછી એક નવું પેજ ખુલશે. ત્યાંLock/Unlock Biometrics પર ક્લિક કરો.
  • અહીં 12 અંકનો આધાર નંબર તેમજ કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • તે પછી Send OTP વિકલ્પ પસંદ કરવો પડશે.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ પછી બાયોમેટ્રિક ડેટાને લોક/અનલોક કરવાનો વિકલ્પ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Utility News Aadhar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ