બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / વિશ્વ / અમેરિકાના ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં ફાયરિંગ, 3 પોલીસ અધિકારીઓના મોત, જુઓ વીડિયો

Video / અમેરિકાના ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં ફાયરિંગ, 3 પોલીસ અધિકારીઓના મોત, જુઓ વીડિયો

Vidhata

Last Updated: 10:42 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નોર્થ કેરોલિનાના ચાર્લોટમાં ગોળીબારની ઘટનામાં ત્રણ પોલીસ અધિકારીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા અધિકારીઓમાં એક ડેપ્યુટી યુએસ માર્શલ અને બે સ્થાનિક ટાસ્ક ફોર્સ અધિકારીઓનો સમાવેશ થાય છે.

અમેરિકાના નોર્થ કેરોલિનાના ચાર્લોટમાં ગોળીબારની ઘટના બની છે. ગોળીબાર બાદ સમગ્ર ચાર્લોટમાં અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં 3 પોલીસ અધિકારીઓના મોત થયા છે. અહેવાલો અનુસાર, નોર્થ કેરોલિનાના ચાર્લોટમાં એક ઘર પર ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણ કાયદા અમલીકરણ અધિકારીઓએ જીવ ગુમાવ્યો. અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા અધિકારીઓમાં એક ડેપ્યુટી યુએસ માર્શલ અને બે સ્થાનિક ટાસ્ક ફોર્સ અધિકારીઓનો સમાવેશ થાય છે.

અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારમાં ત્રણ પોલીસ અધિકારીઓના મોત થયા છે. જોકે, પોલીસે જાહેરમાં મૃત્યુની પુષ્ટિ કરી નથી. આ ઘટના ગેલવે ડ્રાઇવ પરના એક ઘર પર બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે (યુએસ સમય) ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં કેટલાક અધિકારીઓને ગોળી મારી દેવામાં આવી. સોમવારની ઘટના બાદ ચાર્લોટ-મેક્લેનબર્ગ પોલીસે સ્થાનિકોને ખાતરી આપી કે આ વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોને હવે છુપાવાની જરૂર નથી.

પોલીસે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, એક શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘરમાં અન્ય બે લોકો પણ મળી આવ્યા હતા, જેમને પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. બંને અધિકારીઓ યુએસ માર્શલ્સ ફ્યુજીટિવ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. ઘણી એજન્સીઓ આમાં સામેલ છે. અન્ય પોલીસ વિભાગની પોસ્ટ અનુસાર, ચાર્લોટ વિસ્તારમાં વોરંટનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ સમયે ગોળીબાર કરવામાં આવ્યો.

વધુ વાંચો: શું ડૂબી રહી છે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની રાજધાની? સામે આવ્યું ચોંકાવનારું કારણ

ચાર્લોટ મેયરે દુઃખ વ્યક્ત કર્યું

ઘટના પછી તરત જ જારી કરાયેલા એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે ઘણા કાયદા અમલીકરણ અધિકારીઓને ગોળીઓ વાગી છે. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ચાર્લોટના મેયર વી લાઈલસે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ