બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોને DEOનો મહત્વનો આદેશ, હીટવેવને લઇ સમયમાં કરાયો ફેરફાર

નિર્ણય / અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોને DEOનો મહત્વનો આદેશ, હીટવેવને લઇ સમયમાં કરાયો ફેરફાર

Last Updated: 10:07 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શહેર અને ગ્રામ્યની તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલી આદેશ આપ્યો છે કે, શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7થી 9 અને 7 થી 10 સુધી રાખવી

અમદાવાદમાં આગામી 4 દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે આગાહીના પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શહેર અને ગ્રામ્યની તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલ્યો છે. ગ્રામ્ય શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7થી 9 સુધી રાખવા તેમજ શહેરમાં શાળાની કામગીરીનો સમય 7થી10 રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

Ahmedabad shaher

કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ નિર્ણય લેવાયો

અત્રે જણાવીએ કે, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ ઓકતી ગરમીના કારણે લૂ લાગવાના સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈ અમદાવાદ DEO મહત્વનો આદેશ બહાર પાડી શાળામાં કામગીરી શહેરમાં સવારે 7થી 10 સુધી તેમજ ગ્રામ્યમાં 7થી 10 કામગીરી રાખવાનું જણાવ્યું છે. જે નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે.

Ahmedabad distarct

ગરમીથી બચવા અપીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ ગરમીના સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું તેમજ લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

વાંચવા જેવું: કામ વિના ઘરની બહાર ન નીકળતા..., નહીંતર લૂમાં શેકાઇ જશો, આજેય પારો પહોંચશે 42 ડિગ્રીએ

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો

ગરમીની અળાઈઓ

ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી

માથાનો દુખાવો, ચક્કર આવવા

ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.

સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.

ઉબકા અને ઉલટી થવી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heat forecast DEO Order Heat Gujarat weather update Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ