બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

VTV / ગુજરાત / Politics / રાજકોટ / સુરત / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'

લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'

Last Updated: 11:59 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા નિવેદન આપ્યું હતું કે, બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ ઝપટે ચડ્યા છે. બીજી તરફ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ દ્વારા બફાટ કરાઈ રહ્યો છે.

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા સવારથી પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે. રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા મરછા નગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન બાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પટેલ અને બાપુ બંને હરખપડુદા છે. 1995 થી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. અમે પટેલીયા અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપને 10 ડોલ પાણી પાયું. વર્ષ 2015 માં અમને ખ્યાલ આવ્યો હતો કે પીઠ તૂટી ગઈ છે. બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ ઝપટે ચડ્યા છે.

'વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો હતો કે પીઠ તૂટી ગઇ'

રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં નિવેદન આપ્યું હતું કે, 1995માં આપણે 18 વર્ણ એક થઇ ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાયે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું. અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ બેય હરખપદુડા. ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું. કે આ જલ્દી ઝાડ મોટું થાય અને ભરઉનાળે છાંયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાંહા ફાટી ગ્યા. આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી, એની પોલીસે અમારી મા, બેન, દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એના શીયળની લાજ બચાવવા માટે બોર-બોર જેવડા આંસુ પડે..એના આંસુડા એના અહંકારને ઓગાળી ન શક્યા...હું તે દિવસે કહેતો હતો વારા ફરતી વારો અને મેં પછી ગારો. કોઇ બાકી રહ્યું છે ખરા?

પરેશ ધાનાણીના નિવેદન અંગે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, હું કોઈની પાસે વોટ માંગવા આવ્યો નથી. તમારી તાકાતનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું. પરેશ ધાનાણીનાં નિવેદન અંગે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસનાં નેતાઓ દ્વારા બફાટ કરાઈ રહ્યો છે. ગમે તે સમાજ માટે મનફાવે તેવા નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે. ગુજરાત અને દેશનાં રાજાઓ વિશે કોંગ્રેસે અભ્યાસ કરવો જોઈએ. કોંગ્રેસ ગુજરાતની તમામ બેઠક પર હાર ભાળી ગઈ છે.

'કોંગ્રેસ ગુજરાતની તમામ બેઠક પર હાર ભાળી ગઈ છે'

આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં નેતાઓનાં નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીઓ તે બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. આજે જ્યારે તેમને ભીંત ઉપર તેમની હાર દેખાઈ રહી છે. અને ગુજરાતમાં તો ક્લીયરકટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ બોખલાહટનાં કારણે ગમે તેવા નિવેદનો કરવા ગમે તે સમાજ માટે, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા. ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજા માટે પણ બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા. કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. તેમને ઈતિહાસ ખબર નથી. સ્વાભિવિક છે કે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઈતિહાસ જાણવામાં તેમને કોઈ રસ નથી. એટલા માટે એમણે આવી વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાંખી ત્યારે ગુજરાતનાં ભાવનગરમાંથી સૌથી પહેલા રાજાએ પોતાનું રજવાડું સરકારને આપી દીધું હતું. ત્યાર બાદ બાકીનાં બધા જ લોકોએ 532 થી વધુ રજવાડાઓ એ અખંડ ભારતનાં નિર્માણ માટે રાજા મહારાજાઓએ આપી દીધા હતા. દેશ માટે સમર્પણની ભાવનાં ક્ષત્રિય સમાજમાં જબરજસ્ત છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ