બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / કોવિશીલ્ડ રસી લીધી હોય તો ડૉક્ટરની આ સલાહ માનજો, જાણો ડૉ.તુષાર પટેલે શું કહ્યું

અમદાવાદ / કોવિશીલ્ડ રસી લીધી હોય તો ડૉક્ટરની આ સલાહ માનજો, જાણો ડૉ.તુષાર પટેલે શું કહ્યું

Last Updated: 07:21 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dr. Tushar Patel Statement: અમદાવાદના ડૉક્ટર તુષાર પટેલે કહ્યું કે, આડઅસરના સમાચારથી લોકોને ગભરાવાની જરૂર નથી. વેક્સિનના કારણે જ હાર્ટએટેકની ઘટનામાં વધારો થયો, તે વાતમાં બિલકુલ તથ્ય નથી.

કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ UKની કાર્ટમાં કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર થતી હોવાનો સ્વીકાર કર્યો છે. જે બાદ કોવિશીલ્ડ વેક્સિન લેનારા તમામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના ડૉક્ટર તુષાર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

કોવિશીલ્ડની આડઅસર મામલે બોલ્યા ડૉ.તુષાર પટેલ

તેમણે કહ્યું કે, આડઅસરના સમાચારથી લોકોને ગભરાવાની જરૂર નથી. વેક્સિનના કારણે જ હાર્ટએટેકની ઘટનામાં વધારો થયો, તે વાતમાં બિલકુલ તથ્ય નથી. હાર્ટ એટેકના બનાવ પહેલા પણ બનતા હતા, પરંતુ સામે આવતા નહતા. જેથી લોકોએ વેક્સિનની આડઅસરથી ગભરાવાને બદલે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે, દરેક વેક્સિનમાં આડઅસર જોવા મળે છે.

વાંચવા જેવું: ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર

"બદલાયેલી જીવનશૈલીથી વધ્યા હાર્ટએટેકના બનાવ"

ડૉક્ટર તુષાર પટેલે કહ્યું કે, આ વેક્સિન બહુ ટૂંકા પરિક્ષણો બાદ માર્કેટમાં આવી હતી. જેથી આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે, વેક્સિનના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. વધુમાં હાર્ટ એટેક મામલે તેમણે કહ્યું કે, વેક્સિનના કારણે નહીં પરંતુ, ફાસ્ટ ફૂડ, જંગફૂડ અને બદલાયેલી જીવનશૈલીના કારણે યુવાનોમાં હાર્ટએટેક આવવાના પ્રમાણમાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ