બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / ટી20 વર્લ્ડ કપ માટે ભારતની બેસ્ટ ટીમ ઈલેવન કઈ? 15માંથી આ ચાર ખેલાડી બહાર

T20 World Cup 2024 / ટી20 વર્લ્ડ કપ માટે ભારતની બેસ્ટ ટીમ ઈલેવન કઈ? 15માંથી આ ચાર ખેલાડી બહાર

Last Updated: 07:39 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પસંદગી સમિતિએ મોટો નિર્ણય લેતા કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા છે. જો કે અહીં મોટી વાત એ છે કે જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 4 ખેલાડી એવા છે જેમને ભાગ્યે જ કોઈ મેચ રમવાની તક મળે છે.

tim-india

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહ અને સિલેક્શન કમિટી વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠક બાદ ભારતીય ટીમના 15 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાનીમાં યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમવાની તક મળશે. રિષભ પંત, સંજુ સેમસન, યુઝેન્દ્ર ચહલ અને શિવમ દુબે જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિંકુ સિંહ માટે ખરાબ સમાચાર આવ્યા, ત્રણેયને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. અહીં મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

કોણ હશે ઓપનર?

યશસ્વી જયસ્વાલ ટી20 વર્લ્ડ કપ 2024માં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. આ બંને ખેલાડીઓએ આ સ્થિતિમાં ઘણી મેચો જીતાડી છે અને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પણ આ જોડી સાથે છેડછાડ કરવાનું પસંદ કરશે નહીં.

શું હશે બેટિંગ ઓર્ડર?

વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે અને સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. જો કે મેચના સંજોગોના આધારે ફેરફાર શક્ય છે. ઋષભ પંત 5માં નંબર પર રમી શકે છે અને તે વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી હશે.

કોણ છે ઓલરાઉન્ડર અને બોલર?

હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઓપનર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે તે નિશ્ચિત છે. અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે પણ રમી શકે છે. અક્ષરની એન્ટ્રીથી ટીમની બેટિંગ તાકાત પણ વધશે. બોલરોમાં કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ અથવા સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ/મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો : BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

જે ખેલાડીઓને તક મળવી મુશ્કેલ છે

સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ એવા નામ છે જેમને T20 વર્લ્ડ કપમાં તક મળવી મુશ્કેલ છે. આ ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સાથી ખેલાડીને ઈજા થવાના કિસ્સામાં જ જોઈ શકાય છે. ટીમ ઈન્ડિયા શિવમ દુબેનો કેવી રીતે ઉપયોગ કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ