બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / સ્પોર્ટસ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

Last Updated: 04:00 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરીને રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે.

1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવાયું છે. ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈ ચીફ સિલેકટર અજિત અગરકર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદેથી યથાવત રાખ્યો છે તો હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપતાં વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ

શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

બે ખેલાડીઓને તક

ટી 20 વર્લ્ડ કપમાં બે ખેલાડીઓને તક મળી છે. સંજૂ સેમસન અને ઋષભ પંતને ટીમમાં સ્થાન અપાયું છે.

હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપીને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી પાડી હતી.

1 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ

ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો વર્લ્ડ કપમાં રમવાની છે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે. ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ

9 જૂન – ભારત વિ પાકિસ્તાન

12 જૂન – ભારત વિ યુએસએ

15 જૂન – ભારત વિ કેનેડા

વધુ વાંચો : T20 વર્લ્ડકપ ટીમના એલાન પૂર્વે જાડેજાની બેટિંગ પર ઉઠ્યા સવાલ, કહ્યું 'તે એટલા સારા નથી'

ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ

ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.

ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન

ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની

ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ