બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / ભારત / Politics / અન્ય જિલ્લા / PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, સંબોધશે 6 જાહેર સભાઓ

લોકસભા ચૂંટણી 2024 / PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, સંબોધશે 6 જાહેર સભાઓ

Last Updated: 09:30 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે 2 જ દિવસમાં અનેક જનસભાઓને PM મોદી સંબોધશે.

લોકસભા ચૂંટણીને લઇ રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે પ્રચાર અર્થે આજથી PM મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 2 દિવસમાં 6 જનસભાઓને સંબોધશે. પીએમ નરેન્દ્ર મોદીની સભાની વાત કરીએ તો 1 મેએ બપોરે 3:30 કલાકે ડીસામાં જનસભા સંબોધશે. ત્યાર બાદ પીએમ તાબડતોબ હિંમતનગરમાં પહોચશે અહી સાંજે 5 વાગે જનસભાને સંબોધશે.

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્યસ્તર સુધી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉમેદવારોના પ્રચારમાં નિરસતા જોવા મળતી હતી. પરંતુ પીએમ મોદી આવવાના હોવાને કારણે રાજ્યના માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે. હિંમતનગર સભા પૂર્ણ કરી PM મોદી ગાંધીનગર આવવા રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રી રોકાણ કરશે.

પ્રચાર સહિતની બાબતો પર કરશે સમીક્ષા

ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો પર PM મોદી સમીક્ષા કરશે. ત્યાર બાદ 2મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધન કરશે. અહીથી આગળ વધતા સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે જનસભાને સંબોધશે. ત્યાર બાદ જૂનાગઢમાં બપોરે 3:30 કલાકે PMની જનસભા યોજાવાની છે. અને પીએ નરેન્દ્ર મોદી જુનાગઢ પછી સીધા જામનગરમાં સાંજે 5 વાગે જનસભા સંબોધવા પહોચશે. જામનગરમાં સભા પૂર્ણ કરી પીએમ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.

પીએમની સભાઓ કાર્યકરોમાં નવા જોશ ભરશે

નોધનીય છે કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં 26 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો જીતી 400 પ્લસ બેઠકોના સપના જોવે છે પરંતુ રાજ્યમાં હાલનો ચુંટણીનો માહોલ તેમજ તેની સામે ભાજપ સામે રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોની નારાજગી સૌથી મોટી આફત બની રહી છે. સ્થાનિક સ્થરે પણ પ્રજાજનોના મુદ્દાઓ અને સંગઠન દ્વારા અમુક જીલ્લામાં સક્રિય ન થવું આ ચૂંટણીમાં ભાજપ માટે પડકાર રૂપ બન્યુ છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા કાર્યકરોને ઘરઘર સુધી પહોચવા વારંવાર ટકોર કરવી પડી રહી છે. ત્યારે પીએમની સભા પછી ભાજપને કેટલો ફાયદો થશે તેના પર રાજકિય સમીકરણો રચાઇ શકે છે.

વધુ વાંચો: રોજ સવારમાં નાસ્તા સાથે આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરો, આખો દિવસ રહેશે એનર્જીથી ભરપૂર

પીએમનો ગુજરાતમાં જંજાવાતી પ્રચાર

- 1 મેએ બપોરે 3:30 કલાકે ડીસામાં જનસભા સંબોધશે.

- હિંમતનગરમાં સાંજે 5 વાગે જનસભાને સંબોધશે PM મોદી

- હિંમતનગર સભા પૂર્ણ કરી PM મોદી ગાંધીનગર આવવા રવાના થશે

- ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રી રોકાણ કરશે

- PM મોદી ગાંધીનગરમાં યોજી શકે છે બેઠક

- ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો પર PM મોદી સમીક્ષા કરશે

- 2મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધન

- સુરેન્દ્રનગરમાં બપોરે 1 વાગે જનસભાને સંબોધશે

- જૂનાગઢમાં બપોરે 3:30 કલાકે PMની જનસભા

- જામનગરમાં સાંજે 5 વાગે સંબોધશે જનસભા

- જામનગરમાં સભા પૂર્ણ કરી પશ્ચિમ બંગાળ જવા રવાના થશે PM

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ