બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાત એલર્ટ! રાજ્યમાં એકાએક હીટ સ્ટ્રોકના કેસમાં વધારો, નોંધાયા કુલ 72 કેસ, બીમારીમાં પણ ઉછાળો
Last Updated: 01:17 PM, 21 May 2024
રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતમાં હીટવેવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ચાર દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે અને ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એવામાં રાજ્યમાં હિટવેવના કારણે હિટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે એમ એમ હિટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે અને અત્યાર સુધી કુલ 72 હિટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે હજુ 4 દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે.
ADVERTISEMENT
હવે આ હિટના કારણે બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્રારા દરરોજ 2,375 સેન્ટર પરથી માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતી પ્રમાણે 17 એપ્રિલ બાદ હિટ સ્ટ્રોકના રોજ 70-80 કેસો નોંધાયા છે અને 19 મેના રોજ સૌથી વધુ 100થી વધુ કેસ નોંધાયા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 4 દિવસ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં 6 જેટલા જિલ્લામાં હિટવેવની સ્થિતિ રહેશે અને 22 મે સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ ગરમીના સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું તેમજ લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.