બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ચૂંટણી બાદ બિહારના સારણમાં હિંસા ફાટી નીકળી, ગોળીબારમાં એકનું મોત, બે ઘાયલ, ઇન્ટરનેટ બંધ
Last Updated: 11:54 AM, 21 May 2024
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું અને તેના એક દિવસ બાદ આજે એટલે કે મંગળવારે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારમાં આજે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે.
ADVERTISEMENT
VIDEO | One person killed in firing in Bihar's Chapra in post-poll violence.
— Press Trust of India (@PTI_News) May 21, 2024
Reportedly, a clash broke out between BJP and RJD workers yesterday. Several people were injured in the incident. Heavy police deployment has been made in the region to control the situation.
(Full… pic.twitter.com/NnHcoqEq2e
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર બીજેપી અને આરજેડીના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા. મંગળવારે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે. કહેવાય રહ્યું છે કે સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. માહિતી મળતાં જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આજે સવારે એક પક્ષે બીજા પક્ષના વ્યક્તિને ગોળી મારી હતી. ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં એક બૂથ પર પહોંચી ત્યારે વિવાદ થયો હતો. એવામાં આજે સારણમાં ગોળીબાર થયો છે.
સોમવારે મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય પણ છપરાના ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન હોબાળો પણ થયો હતો. ઘટના બાદ સારણના એસપીએ કહ્યું કે, "RJD અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. આજે કેટલાક લોકોએ તેને લઈને ગોળીબાર કર્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીં ઇન્ટરનેટ પણ બે દિવસ બંધ કરવામાં આવ્યું છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.