બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ ગરમીની સિઝનમાં કરો છો હેવી વર્ક આઉટ? તો ધ્યાનમાં રાખજો આ બાબતો

વર્કઆઉટ ટિપ્સ / શું તમે પણ ગરમીની સિઝનમાં કરો છો હેવી વર્ક આઉટ? તો ધ્યાનમાં રાખજો આ બાબતો

Last Updated: 10:09 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં વર્કઆઉટ કરવું સરળ નથી. શિયાળાની સરખામણીમાં ઉનાળામાં કસરત કરવાથી જલ્દી પરસેવો થાય છે અને થાક લાગી જાય છે, ત્યારે જો તમે કેટલીક ટિપ્સનું ધ્યાન રાખો, તો વર્કઆઉટ દરમિયાન થતી આ સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

ઉનાળામાં ગરમ વાતાવરણમાં કસરત કરવી એ કોઈ સરળ કામ નથી. આ હવામાનમાં હળવા વર્કઆઉટ પછી પણ શરીરમાં ખૂબ પરસેવો થાય છે. કેટલાક લોકો ભારે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે, જેના કારણે તેમના હાર્ટબીટ વધી જાય છે અથવા તેમનો શ્વાસ ચડી જાય છે. ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ સિઝનમાં વારંવાર પાણી કે એનર્જી ડ્રિંક પીને પણ વર્કઆઉટ નથી કરી શકાતું. થોડું ભારે વર્કઆઉટ કર્યા પછી પણ તમને ઝડપથી થાક લાગી જાય છે. જેના કારણે વર્કઆઉટ પર પણ અસર જોવા મળે છે. તો અહીં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી વર્કઆઉટ દરમિયાન થતી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

exercise-2

વોર્મ અપ કરવું જરૂરી

કેટલાક લોકો સીધું જ વર્કઆઉટ કરવા લાગે છે, પરંતુ કસરત કરતા પહેલા વોર્મ અપ કરવાનું ભૂલશો નહીં. જ્યાં સુધી શરીર યોગ્ય રીતે વોર્મ અપ ન થાય, ત્યાં સુધી આનાથી જલ્દી થાક લાગશે. જેના કારણે માંસપેશીઓમાં ખેંચાણની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, વર્કઆઉટ પહેલાં વોર્મ અપ જરૂર કરો.

પૂરતું પાણી પીવો

વર્કઆઉટ પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો કે, તરત જ પાણી ન પીવો, તેના બદલે થોડો સમય બ્રેક લો અને પછી જ આખા દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવો. આ સિવાય ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પણ જાળવો.

exercise-3

વચ્ચે બ્રેક લો

સતત વર્કઆઉટ કરવું જોખમી બની શકે છે. તેથી, વચ્ચે થોડો બ્રેક લેવો જરૂરી છે. એવું બિલકુલ ન વિચારો કે બેક લેવાથી તમારા વર્કઆઉટ પર અસર થશે. તમારી જરૂરિયાત મુજબ તમારા શરીરને આરામ આપો. તેનાથી શરીરને એનર્જી પણ મળશે. આરામ કરવાથી હૃદય પર ઓછું દબાણ આવે છે.

વધુ વાંચો: રોજ સવારમાં નાસ્તા સાથે આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરો, આખો દિવસ રહેશે એનર્જીથી ભરપૂર

ડાયેટ જરૂરી

વર્કઆઉટ કર્યા પછી યોગ્ય રીતે ડાયેટ ફોલો કરો. યોગ્ય આહાર ન લેવાથી શરીર નબળું પડી શકે છે. આ ઉપરાંત વર્કઆઉટ પર પણ અસર પડે છે. ફિટનેસ માટે શક્ય તેટલું પ્રોટીન લો અને યોગ્ય માત્રામાં કાર્બોહાઇડ્રેટનો પણ સમાવેશ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ