બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / GSSSBએ લીધેલી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ પર આવી મોટી અપડેટ, હસમુખ પટેલે કર્યું એલાન

BIG BREAKING / GSSSBએ લીધેલી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ પર આવી મોટી અપડેટ, હસમુખ પટેલે કર્યું એલાન

Last Updated: 12:26 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junior Clerk Preliminary Exam: ગૌણ સેવા પસંદગી મંડળની 21 કેડરની 5554 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે, 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રાથમિક પરિક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરવામાં આવશે. પસંદગી મંડળની 21 કેડરની 5554 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો.

3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી

આ ભરતીમાં 5.19 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી છે. 5554 જગ્યા માટે જાન્યુઆરી 2024માં ઓનલાઈન અરજી મંગાવાઈ હતી. જેમાં 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરીક્ષા લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ફી રિફંડની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુડ ન્યૂઝ એ છે કે, પરીક્ષામાં કોઈ ગેરરીતીનો બનાવ બન્યો નથી.

વાંચવા જેવું: ચૂંટણી બાદ બિહારના સારણમાં હિંસા ફાટી નીકળી, ગોળીબારમાં એકનું મોત, બે ઘાયલ, ઇન્ટરનેટ બંધ

ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે

ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે 30 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ બી અને ગૃપ એનો સિલેબસ વેબસાઈટ પર મુકાયો છે તેમજ મેરીટ બનાવી પરિણામની જાહેરાત જૂલાઈમાં કરવામાં આવશે. ગ્રૂપ એમાં 1926 જગ્યાઓ સામે સાત ગણા એટલે કે 13482 ઉમેદવારોને મેરીટમાં સમાવાશે કરાશે. જ્યારે ગ્રૂપ બીમાં 3628 જગ્યા સામે 25396થી વધુ ઉમેદવારોને મેરીટમાં સમાવાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Junior Clerk Preliminary Exam Secondary Service Selection Board Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ