બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

VTV / ભારત / પત્નીની સહેલીઓ-'બહેનો' સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી-આલિંગન કરતાં દેખાયાં, પ્રાઈવેટ ફોટા વાયરલ

લોકસભા ઉમેદવારની તસવીરો / પત્નીની સહેલીઓ-'બહેનો' સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી-આલિંગન કરતાં દેખાયાં, પ્રાઈવેટ ફોટા વાયરલ

Last Updated: 08:58 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીની સીઝનમાં હવે લોકસભા ઉમેદવારોના વીડિયો અને અશ્લિલ તસવીરો વાયરલ થઈ રહ્યાં છે.

ચૂંટણીની સીઝનમાં હવે લોકસભાના બીજા ઉમેદવાર બદનામ થયાં છે. કર્ણાટકમાં જેડીએસના ઉમેદવાર પ્રજવ્લ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ તો હાલ ધૂમ મચાવી રહ્યું છે, રાજનીતિમાં આ મુદ્દે ભારે ઉહાપોહ મચી રહ્યો છે ત્યારે હવે બીજા એક ઉમેદવારની અશ્લિલ તસવીરો થઈ છે. યુપીના બદાયુના સમાજવાદી પાર્ટીના લોકસભા ઉમેદવાર અને દિગ્ગજ નેતા શિવપાલ યાદવના પુત્ર આદિત્ય યાદવની કેટલીક અશ્લિલ તસવીરો વાયરલ થતાં પહેલેથી ગરમ માહોલમાં વધારે ગરમાવો આવ્યો છે.

શું છે વાયરલ તસવીરોમાં

આદિત્ય યાદવ સ્વીમિંગ પુલમાં એક નહીં અનેક છોકરીઓ સાથે મસ્તી કરી રહેલા દેખાય છે. કેટલીક છોકરીઓ સાથે તેઓ આલિંગનમાં પણ દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં તે મહિલા મિત્ર સાથે જોવા મળી રહ્યો છે. આદિત્યે એક છોકરીનો હાથ પણ પકડ્યો છે. તેના બંને હાથ તેની ગર્લફ્રેન્ડની પીઠ પર જોવા મળે છે. આ સિવાય અન્ય એક ફોટોમાં તે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેના આવા ઘણા ફોટા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો એક પાર્ટી દરમિયાન લેવામાં આવી હતી. જો કે, આ ફોટાને લઈને કોઈને કોઈ ફરિયાદ નથી. યુવતીએ કોઈની સામે કોઈ કેસ કર્યો નથી. પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

વાયરલ તસવીરો પર આદિત્યે શું કહ્યું

વાયરલ તસવીરો પર ફોડ પાડતાં આદિત્ય યાદવે કહ્યું કે મારા જૂના અને અંગત કોલેજના દિવસોની તસવીરો છે. જો તેઓ તસવીરો શેર કરી રહ્યા છે તો તેઓ નીચલા સ્તર પર જઈ રહ્યા છે. આ ખૂબ જ જૂના ફોટા અને ખૂબ જ જૂના ફોટા છે. તસવીરોમાં દેખાતી છોકરીઓ કેટલીક મારી ફ્રેન્ડ છે, કેટલીક ઓળખીતી તો કેટલીક મારી પત્નીની સહેલીઓ છે. આ મારું અંગત જીવન છે આ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે અને બીજું કશું જ નહીં, "તેમણે કહ્યું. અંગત જીવનમાં કોણ શું કરે છે તે રાજકારણનો વિષય ન હોવો જોઈએ.

આદિત્ય યાદવ પહેલીવાર લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી

આદિત્ય યાદવ પહેલીવાર સમાજવાદી પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. બદાયુ સીટ સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાય છે. આદિત્ય પહેલા પરિવારના ધર્મેન્દ્ર યાદવને અહીંથી ટિકિટ આપવામાં આવી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્રને આઝમગઢથી અને શિવપાલ યાદવને ટિકિટ આપવામાં આવી હતી. ઘણા દિવસો સુધી અહીં પ્રચાર કર્યા બાદ ખુદ શિવપાલે જાહેરાત કરી હતી કે અહીંના લોકો આદિત્યને એક ઉમેદવાર તરીકે જોવા માંગે છે. શિવપાલનો મૂડ જોઈને એસપીએ આદિત્યને મેદાનમાં ઉતાર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપના સંઘમિત્ર મૌર્યએ સપાના ધર્મેન્દ્ર યાદવને હરાવીને આ બેઠક જીતી હતી. આ વખતે સ્વામી પ્રસાદ મૌર્યના વિવાદિત શબ્દોનો ભોગ સંઘમિત્રાને ભોગવવું પડ્યું અને તેમની ટિકિટ કપાઈ ગઈ છે.

વધુ વાંચો : પત્નીની હત્યા કરીને વીમાના પૈસામાંથી સેક્સ ડોલ લાવ્યો પતિ, અસલીને બદલે નકલીનો શૌખી

JDS સાંસદ પણ ફસાયાં અશ્લિલ વીડિયોમાં

કર્ણાટકમાં જેડીએસ સાંસદ અને હાલની ચૂંટણીમાં ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ પણ ચગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પ્રજ્વલ રેવન્નાએ ઘણી મહિલાઓનું યૌન શૌષણ કરતો જોઈ શકાતો હતો. આ વીડિયો બાદ ખળભળાટ મચ્યો હતો. આ દરમિયાન કર્ણાટક પોલીસે પ્રજ્વલની સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર દાખલ થતાંની સાથે જ પ્રજ્વલ જર્મની ભાગી ગયો છે. હાલમાં તે કર્ણાટકની હસન બેઠક પરથી જેડીએસ-ભાજપનો સંયુક્ત ઉમેદવાર છે. જેડીએસે તેમને સસ્પેંડ કરી દીધાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ