બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Last Updated: 05:11 PM, 28 April 2024
ગુજરાતમાં ચૈત્ર મહિનો બે રીતે તપી રહ્યો છે. એક છે હવામાન અને બીજું છે લોકસભાની ચૂંટણીને લઈ રાજકારણ. બંન્નેમાં ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યો છે. તપતા સૂર્યનારયણની નીચે રાજકારણીઓ પૂરજોશમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અરવલ્લીના મોડાસામાં બુથ સંમેલનમાં કાર્યકરોને નારજગી દૂર મૂકીને કામ પર લાગવીની હાકલ કરી છે
ADVERTISEMENT
સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 28, 2024
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ કરે છે-જેનાં પરિણામે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ… pic.twitter.com/0XlgcWW7O6
ADVERTISEMENT
અરવલ્લીના મોડાસામાં ભાજપ દ્વારા પ્રમુખ બુથ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને સાબરકાંઠા લોકસભા બેઠક ટિકિટ અંગેની વાત કરતા કહ્યુ હતુ કે, જેમની નારાજગી છે તેઓ તેમની નારાજગી અહીં મૂકી જાય અને કામે લાગી જાય.
ADVERTISEMENT
સી આર પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ, ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત જેવી ચૂંટણી લડવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ જો ટિકિટ ન મળે તો જેને મળે તેને જીતડવા માટે કામ કરવાનું હોય. પાટીલે કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, જો કોઈ બીજાને ટિકિટ મળે અને તમે નારાજ થઈ જાઓ તો તે તમારો અધિકાર નથી. કારણ કે, જે દિવસે તમને ટિકિટ મળશે તે દિવસે બીજા નારાજ થયા તો ! માટે જો કોઈને નારાજગી હોય તો આજે અહીં જ તમારી નારાજગી મૂકીને જજો. વધુમાં કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉં છું
ADVERTISEMENT
સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારજગી મુદ્દે સી આરી પાટીલે કહ્યું કે, કેટલાક લોકો નારાજ હતાં. જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે. નારાજ થવાનો સ્વભાવ એ અધિકાર છે તેમજ માનવ વૃત્તિમાં નારાજગી હોય પરંતુ તે ક્ષણિક હોય છે, માટે તમામે નારાજગી મૂકી કામ પર લાગી જવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.