બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સુરત બાદ આ બેઠકના ભાજપ ઉમેદવાર થશે બિનહરીફ ! કોંગ્રેસના ડમી ઉમેદવારની અરજી કેન્સલ

લોકસભા ચૂંટણી / સુરત બાદ આ બેઠકના ભાજપ ઉમેદવાર થશે બિનહરીફ ! કોંગ્રેસના ડમી ઉમેદવારની અરજી કેન્સલ

Last Updated: 05:56 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીની ઈન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. ઉમેદવાર અક્ષય બામે ઉમેદવારી પાછી ખેંચ્યાં બાદ પાર્ટીના ડમી ઉમેદવાર મોતી પટેલનું નામાંકન પણ રદ થયું છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા ખાવાનો વારો આવ્યો છે. પહેલા સુરતના ઉમેદવારની ઉમેદવારી રદ થયાં બાદ હવે એેમપીના ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી જે પછી પાર્ટીએ વૈકલ્પિક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું પરંતુ હવે ઈન્દોર હાઈકોર્ટે કોંગ્રેસના વિકલ્પ ઉમેદવાર મોતી પટેલની અરજી ફગાવી દીધી છે. મોતી પટેલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ટ્રેનની વેઇટિંગ ટિકિટનું ઉદાહરણ આપ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો ટિકિટ વેઇટલિસ્ટ હોય અને કન્ફર્મ ન થાય તો ટિકિટ આપોઆપ કેન્સલ થઇ જાય છે. આવી સ્થિતિમાં, જે પણ મુસાફર હોય, તેણે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરવાની હોય છે અને તો જ તે દંડ વગર મુસાફરી કરી શકે છે. હાઇકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી પંચમાં જવા સૂચન કર્યું હતું.

ડમી ઉમેદવાર મોતી પટેલે કરી હતી હાઈકોર્ટમાં અરજી

હકીકતમાં ડમી ઉમેદવાર મોતી પટેલે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામનું નામાંકન પરત ખેંચાયા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મોતી પટેલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નિયમ મુજબ જો કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થાય કે નામ પાછું ખેંચી લે તો ડમી ઉમેદવારને સત્તાવાર ઉમેદવાર ગણવામાં આવે છે. જો બામ પોતાનું નામાંકન પાછું ખેંચી લે તો તેમને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો અધિકાર છે. જો કે કોર્ટે તેમની આ દલીલને માન્ય રાખી નહતી અને અરજી ફગાવી દીધી હતી.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી કેન્સલ

ગુજરાતના સુરતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નકલી સહીઓઓનો આરોપ લાગતાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કૂંભાણીનું નામાંકન રદ થતાં ભાજપના મુકેશ દલાલને બિન હરીફ જાહેર કરાયાં હતા.

વધુ વાંચો : PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભાઈન્દોર અને ખજૂરાહો પર ભાજપની જીત નક્કી

ભાજપે 400ને પાર કરવાનો નારો આપતા દેશમાં એક સીટ બિનહરીફ જીતી લીધી છે, બે પર જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કારણ કે મધ્ય પ્રદેશની ખજુરાહો બેઠક પર સહીના અભાવે ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચી હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા જે પછી કોંગ્રેસ મોતી પટેલને ડમી ઉમેદવાર બનાવ્યાં હતા. પરંતુ હવે તેમની અરજી પણ રદ થઈ હોવાથી ઈન્દોર બેઠક પર ભાજપના સંજય લાલવાણી બિન હરીફ જાહેર થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ