બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ આ ચાર લોકો સાથે દોસ્તી ન કરવી, જીવન જીવવું મુશ્કેલ બની જશે

ચાણક્ય નીતિ / ભૂલથી પણ આ ચાર લોકો સાથે દોસ્તી ન કરવી, જીવન જીવવું મુશ્કેલ બની જશે

Last Updated: 04:51 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chanakya Niti: જીવનમાં ઘણા એવા મિત્રો મળી જાય છે જેમના કારણે તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા મિત્રો મુશ્કેલીના સમયે સાથ પણ છોડી દે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

દુનિયામાં આપણને મોટાભાગે ઘણા પ્રકારના લોકો મળે છે અને ક્યારેક તેમના સાથે મિત્રતા તો ક્યારેક દુશ્મની થઈ જાય છે. જીવનમાં તમારે કયા લોકોથી દૂર રહેવું જોઈએ. કોની સાથે મિત્રતા કરવી જોઈએ તેના વિશે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં લોકોને અમુક માર્ગદર્શન આપ્યું છે.

man-2

મૂર્ખ વ્યક્તિ સાથે ન કરો મિત્રતા

આચાર્ય ચાણક્યએ મુર્ખ વ્યક્તિને પશુ સમાન ગણાવ્યા છે. મનુષ્ય હોવા છતાં જેનામાં બુદ્ધિ અને વિવેક નથી તે પશુના સમાન હોય છે. માટે તેની સંગત ન કરવી જોઈએ. એવા લોકોની સંગત કરવાથી વ્યક્તિ હંમેશા સંકટોથી ઘેરાયેલો રહે છે. માટે બુદ્ધિમાન શત્રુ સારો પરંતુ મુર્ખ મુત્ર નહીં.

અહંકારી વ્યક્તિ સાથે ન કરો મિત્રતા

ચાણક્ય કહે છે કે જે વ્યક્તિનો સ્વભાવ અહંકારથી ભરેલો છે અને પોતાને જ સૌથી વધારે જ્ઞાની માંગે છે તો તેની સાથે ક્યારેય મિત્રતા ન કરો. એવા લોકો બિલાડીની સમાન હોય છે જેના પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. આ પોતાને મોટા બતાવવા માટે તમારી છબી ખરાબ કરી શકે છે અને તમારૂ અપમાન પણ કરી શકે છે.

money-11

લોભી વ્યક્તિથી રહો દૂર

જીવનમાં ક્યારેય લોભી લોકોનો સાથ ન આપવો જોઈએ. હંમેશા એવા લોકો સાથે મિત્રતા કરો જે તમારા સમાન હોય. પોતાનાથી કમજોર અને લોભી વ્યક્તિ સાથે મિત્રતા ક્યારેય ન કરવી જોઈએ. લોભી વ્યક્તિ પોતાના લાભ માટે તમને ક્યારેય પણ છોડી શકે છે.

વધુ વાંચો: ઉનાળામાં વેક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગ પર પિમ્પલ્સ દેખાય, તો અપનાવો આ સરળ ઉપાયો

આવા વ્યક્તિ હંમેશા આપે છે દગો

આચાર્ય ચાણક્ય અનુસાર દુર્જન વ્યક્તિને પોતાની સાથે ક્યારેય ન રાખવા જોઈએ. એવા લોકો સાંપથી પણ વધારે ખતરનાક હોય છે. સાંપ તો કાળના વશ હોય છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે ત્યારે જ તે વ્યક્તિને ડંખ મારે છે પરંતુ દુર્જન વ્યક્તિનો કોઈ ભરોષો નહીં. તે ગમે ત્યારે તમને દગો આપી શકે છે. માટે હંમેશા સારા અને સંસ્કારી લોકો સાથે જ મિત્રતા કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ