બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આખો દિવસ ACની હવા ખાતા હોય તો ડેન્જર, જટિલ બીમારીઓ કરશે ઘર

સાઇડ ઇફેક્ટ / આખો દિવસ ACની હવા ખાતા હોય તો ડેન્જર, જટિલ બીમારીઓ કરશે ઘર

Last Updated: 09:15 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વ્યક્તિ ડિહાઇડ્રેશનનો ભોગ બની શકે છે

એક તરફ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યુ છે. તેમજ ઘરની અંદર પણ પંખાની હવા શરીરને રાહત આપી શકતી નથી. ત્યારે લોકો એસીનો સહારો લઇ રહ્યા છે પરંતુ તમારે એ જાણવું જરૂરી છે કે એસીની હવા તમને નુકશાન પહોચાડી શકે છે. એર કંડિશનિંગ તમને બીમાર કરી શકે છે. શું તમે જાણો છો કે આધુનિક જીવનમાં આરામની ખાતરી આપતું આ AC તમારા સ્વાસ્થ્ય માટે અજાણતાં કેટલા જોખમો સર્જી રહ્યું છે?

ચીકણી ગરમી અને તડકાથી રાહત મેળવવા માટે લોકો એસી એરનો સહારો લે છે. આજના સમયમાં મોટાભાગના લોકો માટે એસી વિના જીવનની કલ્પના કરવી થોડું મુશ્કેલ હોઈ શકે છે. શું તમે જાણો છો કે આધુનિક જીવનમાં આરામની ગેરંટી આપતુ આ એસી તમને જાણવું જરૂરી છે કે તમારા સ્વાસ્થ્ય માટે અજાણતા જ કેટલા જોખમો ઉત્પન કરી રહ્યુ છે? ઉનાળાનો તાપ પડી રહ્યો છે ત્યારે જે લોકો ગરમીથી બચવા માટે આખો દિવસ ACની ઠંડી હવા લઇ રહ્યા છે. તેઓ માથાનો દુખાવો, ઉધરસ, ઉબકા અને શુષ્ક ત્વચા જેવી બીજી ઘણી સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે. ચાલો જાણીએ કે AC હવાના વધુ પડતા સંપર્કથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

AC_6_0

લાંબા સમય સુધી AC હવામાં રહેવાના ગેરફાયદા-

ડિહાઇડ્રેશન

AC હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વ્યક્તિ ડિહાઇડ્રેશનનો ભોગ બની શકે છે. તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી એસીની હવામાં બેસી રહેવાથી વ્યક્તિને તરસ નથી લાગતી. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપને કારણે ડીહાઈડ્રેશનને કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા વધી શકે છે.

depression-1

શુષ્ક ત્વચા

લાંબા સમય સુધી એસીની હવામાં રહેવાથી શરીરમાં રહેલ નમી ખતમ થવા લાગે છે. જેના કારણે ત્વચા શુષ્ક, તિરાડ અને સંકોચાઈ ગયેલી લાગે છે. જેના કારણે કરચલીઓ અને ઝીણી રેખાઓ દેખાય છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા પણ ઝડપથી વધવા લાગે છે.

fat-final

સ્થૂળતા

જો તમે તમારી વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો, તો AC હવામાં રહેવાનું ઓછુ કરવું જોઇએ. કેમકે AC નો વધુ પડતો ઉપયોગ તમારી સ્થૂળતાની સમસ્યાને વધુ વધારી શકે છે. વાસ્તવમાં નીચા તાપમાનને કારણે વ્યક્તિનું શરીર વધુ સક્રિય બની શકતું નથી. જેના કારણે શરીરની ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી અને શરીરમાં ચરબી વધવા લાગે છે.

walk_0_0_0 (1)

સાંધાનો દુખાવો

લાંબા સમય સુધી એર કંડિશનરની હવામાં રહેવાથી માત્ર શરીરનો દુખાવો જ નહીં પરંતુ સાંધાના દુખાવાની સમસ્યા પણ થાય છે. ઠંડો પવન શરીરમાં ખેંચાણ પેદા કરીને સાંધા અને કમરમાં દુખાવો કરે છે. ધ કમ્ફર્ટ એકેડેમીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે સાંધાના દુખાવાથી પીડિત લોકોમાં જો તેઓ લાંબા સમય સુધી એર કંડીશનરમાં રહે તો દુખાવાની સમસ્યા વધી જાય છે.

આ પણ વાંચોઃ ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા પહેલા ચેતજો! રિસર્ચની આ 5 વસ્તુની રાખજો કાળજી, નહીંતર થશો હોસ્પિટલ ભેગા

મગજ પર ખરાબ અસર

જ્યારે ACનું તાપમાન ઘટે છે ત્યારે મગજના કોષો સંકોચાય છે. જેના કારણે મગજની ક્ષમતા અને કાર્ય પ્રભાવિત થાય છે. આટલું જ નહીં તમને માથાનો દુખાવો સાથે સતત ચક્કર પણ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ