બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Insta/ફિલ્ટરોવાળા ફોટા જોઈને પ્રેમમાં પડેલો યુવક પછતાયો, પછી ગુસ્સામાં મહિલા સાથે કરી નાખ્યો કાંડ

લો બોલો ! / Insta/ફિલ્ટરોવાળા ફોટા જોઈને પ્રેમમાં પડેલો યુવક પછતાયો, પછી ગુસ્સામાં મહિલા સાથે કરી નાખ્યો કાંડ

Last Updated: 06:50 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવકે ઈન્સ્ટામાં મહિલાના ફોટાઓ જોઈને લવ કર્યો હતો. પરંતુ તે જ્યારે મળવા પહોંચ્યો તો મહિલા બમણી ઉંમરની નિકળી હતી. આ જોઈને યુવકને ગુસ્સો આવ્યો હતો. પછી એવુ થયુ કે, મહિલાને હોસ્પિટલ જવુ પડ્યુ અને યુવકને જેલમાં.

ઉત્તરપ્રદેશથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને ઈન્સ્ટાગ્રામમાં મહિલા સાથે ફ્રેન્ડશિપ થઈ હતી. આ દોસ્તી પછી પ્રેમમાં બદલાઈ હતી. ત્યાર બાદ એવુ થયુ કે, યુવકને જેલમાં જવાનો વારો આવ્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે એવુ જાણવા મળ્યુ છે કે, ઉત્તરપ્રદેશના સંચેડીના 22 વર્ષીય યુવકને ઈન્સ્ટાગ્રામમાં એક મહિલા સાથે દોસ્તી થઈ હતી. બન્ને વચ્ચે ઈન્સ્ટામાં વાતો થતી હતી. પછી આ મહિલાએ યુવકને ઘરે બોલાવ્યો ત્યારે ત્યાં મહિલાને જોઈ ક્રોધીત થઈ ગયો હતો.

IDમાં તો મહિલા યંગ લાગતી હતી. પરંતુ યુવકે તેને ઘરે જઈને જોઈ તો તેની ઉંમર યુવક કરતા બમણી હતી. 44 વર્ષ જેટલી હતી. ફોટાઓમાં તે જેટલી સુંદર લાગતી હતી હકીકતમાં તે એટલી સુંદર પણ નહતી. જેથી દીપેન્દ્ર નામના આ યુવકે ગુસ્સામાં આવી મહિલાને માર માર્યો હતો. જેથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

વધુ વાંચો : પાળતું કુતરાથી પણ સાવધાન રહેજો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

મહિલાનો દિકરો જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેને પોતાની માતાને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે પહોંચાડી હતી. આ મામલે પોલીસે આરોપી યુવકની અટકાયત કરી દીધી છે. યુવકના જણાવ્યા અનુસાર તે મહિલાએ તેની સાથે દગો કર્યો છે. તે મહિલાએ તેના વિશે તમામ માહિતી ખોટી આપી હતી, તેને ઉંમર પણ છુપાવી હતી. તેને આ દગો સહન ન થતા ગુસ્સો આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મહિલા બેહોશ હોવાથી તેનુ નિવેદન લેવાનું બાકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ