ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બનાસકાંઠાના પાલનપુર નજીકના બાલારામ રીસોર્ટ જવા રવાના થયા છે. જ્યાં તેઓ ગુરુવારના દિવસભર ચર્ચા કરશે. 5 જુલાઈએ વહેલી સવારે પરત ફરી રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કરશે. તમને જણાવી દઇએ કે આ એ જ બાલારામ રીસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય રોકાવાના છે જ્યાં અમિતાભની જાણીતી ફિલ્મ 'સૂર્યવંશમ' નું શૂટિંગ થયું હતું. તો ચલો અમે તમને જણાવીએ આ બાલારામ રિસોર્ટ વિશે...
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
‘સૂર્યવંશમ’ ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત શ્રીલંકામાં પણ થયું હતું. ગુજરાતના બાલારામ પેલેસ રિસોર્ટ અને હૈદરાબાદમાં પણ આ ફિલ્મના ઘણા સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની જે હવેલી દેખાડવામાં આવી છે, એ હકીકતમાં ગુજરાતના પાલનપુરનું એક રિસોર્ટ છે. એનું નામ બાલારામ પેલેસ છે. બાલારામ પેલેસ રિસોર્ટ પાલનપુર નેશનલ હાઇવે નંબર 14 થી 2 કિલોમીટરના અંતરે ચિતરાસાની ગામમાં બનેલું છે. અમદાવાદથી માત્ર 160 કિલોમીટર દૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
બાલારામ પેલેસ લોહાની નવાબનું હંટિંગ રિટ્રીટ હતું. એનું નિર્માણ 1922 થી લઇને 1936ની વચ્ચે થયું હતું. આ મહેલની ખાસિયતનો અંદાજો તમને એ વાત પરથી લાગી ગયો હશે કે અહીંયા લોર્ડ માઉન્ટબેટન પણ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સભ્યોને ક્રોસ વોટિંગના ડરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે આ વખતે બનાસકાંઠાની બાલારામ રિસોર્ટમાં પોતાના ધારાસભ્યોને લઈ જવામાં આવી રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો