બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચીન ચોંકી ઉઠ્યું! ભારતે બનાવી લીધું મેગા ન્યૂક્લિયર રીએક્ટર, સેનાની તાકાત થશે બેગણી

નેશનલ / ચીન ચોંકી ઉઠ્યું! ભારતે બનાવી લીધું મેગા ન્યૂક્લિયર રીએક્ટર, સેનાની તાકાત થશે બેગણી

Nirav Kumar

Last Updated: 05:47 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌસેનામાં ટૂંક સમય વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. કેમ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા એક નવું ન્યૂક્લિયર રીએક્ટર વિકસાવવામાં આવ્યું છે. જેથી હવે ઇન્ડિયન નેવી લાંબા મિશન પણ કરી શકશે.

ઇન્ડિયન નેવીમાં વધુ એક શક્તિ ઉમેરાવાની છે. કેમ કે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)એ 200 મેગાવોટ (MWe) નું નવું ન્યૂક્લિયર રીએક્ટર વિકસાવ્યું છે. આ રીએક્ટર S5 ક્લાસની ન્યૂક્લિયર સબમરીન અને ન્યૂક્લિયર એટેક સબમરીન (પ્રોજેક્ટ 77) માં લગાવવામાં  આવશે. તેનાથી સબમરીનની સહનશક્તિ બમણી થઈ જશે.

  • જૂની સબમરીનની સમસ્યા
    હાલમાં ભારતની બે ન્યૂક્લિયર સબમરીન INS અરિહંત અને INS અરિઘાતમાં 83 MWe રિએક્ટર છે. ત્રીજી INS અરિધમન ટ્રાયલ હેઠળ છે. આ રિએક્ટર નાના છે તેથી સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર નથી રહી શકતી. સહનશક્તિ ઓછી હોવાના પરિણામે મિશન ટુંકા થાય છે. જો કે હવે નવું 200 MWe રિએક્ટર બમણી શક્તિ આપશે. જેથી સબમરીન લાંબા સમય સુધી પાણીમાં ડૂબી રહી શકશે જેના પરિણામે મિશન લાંબા ચાલી શકશે.
  • S5 ક્લાસ સબમરીન
    S5 ક્લાસ ભારતની ન્યૂ જનરેશનની બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) છે. તે અરિહંત ક્લાસ કરતા બમણુ મોટું (13000 ટન ડિસ્પ્લેસમેન્ટ) હશે. તેમાં 12-16 ICBM મિસાઇલો (K-5 SLBM, 5000 કિમી રેન્જ) લાગી શકશે. પ્રોજેક્ટ 77 એટેક સબમરીન (SSN) દુશ્મન જહાજોને નિશાન બનાવશે. નવું રીએક્ટર આ સબમરીનને વધુ સ્પિડ, લોન્ગ રેન્જ અને સ્ટીલ્થ આપવાનું કામ કરશે. આ અપગ્રેડ વર્ઝન ચીનની વધતી જતી નેવીની ન્યૂક્લિયર શક્તિના જવાબમાં છે. ચીનની સબમરીન ઝડપથી મજબૂત બની રહી છે, તેથી ભારતને પણ વધુ મજબૂત શસ્ત્રોની જરૂર પડી શકે છે.
  • ન્યુક્લિયર ટ્રાયડનું મહત્વ

ભારતના ન્યૂક્લિયર ટ્રાયડમાં ત્રણ ભાગ  છે. જેમા સેના (લેન્ડ બૈસ્ડ મિસાઇલો), વાયુસેના (ઐર બૈસ્ડ બોમ્બ) અને નૌકાદળ (સી બૈસ્ડ સબમરીન). જેમાં સબમરીન સૌથી સુરક્ષિત છે, કારણ કે તેઓ ઊંડા સમુદ્રમાં છુપાઈને સેકન્ડ સ્ટ્રાઈક (જવાબી હુમલો ) શરૂ કરી શકે છે. આથી ભારતની પરમાણુ શક્તિને મજબૂત કરવા માટે સરકાર S5 અને પ્રોજેક્ટ 77 પર ફોકસ કરી રહી છે.

  • ભારતની પરમાણુ શક્તિમાં થશે વધારો

200 MWe રીએક્ટર S5 સબમરીનને વિશ્વની સૌથી મજબૂત સબમરીનમાં બદલી દેશે. BARCએ તેને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવ્યું છે, જે આત્મનિર્ભરનો હિસ્સો છે. ચીનના પડકારનો સામનો કરવા માટે આ જરૂરી હતુ.ભારતીય નેવી ટૂંક સમયમાં સમુદ્રમાં વધુ શક્તિશાળી બનશે.

વધુ વાંચો : સુપર ફોર પહેલાં જ હાર્યું પાકિસ્તાન! મેચ પહેલાં કર્યું હાહાકારી કામ, ભારતનો જોરદાર ફટકો, શું બન્યું?

  • BARC ની યોજનાઓ
    BARC ના અધ્યક્ષ એકે મોહંતીએ વિયેનામાં IAEA કોન્ફરન્સ (2025) માં જણાવ્યુ હતુ કે, BARC 200 MWe લાઇટ-વોટર-આધારિત ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR) ડિઝાઇન કરી રહ્યું છે. તે 555 MWe SMR અને હાઈ ટેમ્પરેચર ગેસ-કૂલ્ડ રીએક્ટર (ક્લીન હાઇડ્રોજન ઉત્પાદન માટે) બનાવાશે. જે સિવિલ અનર્જી માટે છે, તે ભારતને અનર્જીમાં આત્મનિર્ભર બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Submarine BARC Nuclear Reactor
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ