બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સુપર ફોર પહેલાં જ હાર્યું પાકિસ્તાન! મેચ પહેલાં કર્યું હાહાકારી કામ, ભારતનો જોરદાર ફટકો, શું બન્યું?
Last Updated: 11:04 AM, 21 September 2025
એશિયા કપની સુપર ફોરની પહેલી મેચમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાઈ રહ્યાં છે પરંતુ મેચ પહેલાં જ પાકિસ્તાને તેની નાપાક હરકતી દેખાડી દીધી. પાકિસ્તાને કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો જોકે ભારતે પણ તરત 20 રાઉન્ડ ફાયર કરીને તેને ઠારી દીધું હતું.
ADVERTISEMENT
નાના હથિયારોથી કર્યો ગોળીબાર
આ ઘટનામાં નાના હથિયારોથી ગોળીબાર થયો હતો પરંતુ તે યુદ્ધવિરામ ઉલ્લંઘનનો ભાગ નહોતો. દુબઈમાં એશિયા કપ 2025 માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર મેચના થોડા દિવસો પહેલા આ ઘટના બની છે. પાકિસ્તાની બાજુથી નાના હથિયારોના ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા, જેના કારણે ભારતીય સૈનિકોએ લગભગ વીસ રાઉન્ડથી જવાબ આપ્યો હતો. આ અથડામણ નૌગામ સેક્ટરમાં થઈ હતી પરંતુ બંને બાજુ કોઈ ઈજા થઈ નથી. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : તમે કેટલામાં છો? નવરાત્રીમાં 95 ટકા લોકો આ ચીજ જુએ છે, જાણીને લાગશે આંચકો, ખરેખર આવું?
પૂંછમાં પણ ઘૂસણખોરી
ADVERTISEMENT
આ ઘટના પૂંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યાના અઠવાડિયા પછી બની છે. 1 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવેલા તે ઓપરેશનમાં ગોળીબાર થયો હતો પરંતુ શંકાસ્પદ ઘૂસણખોરોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.