બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ભારત / લાઈફસ્ટાઈલ / તમે કેટલામાં છો? નવરાત્રીમાં 95 ટકા લોકો આ ચીજ જુએ છે, જાણીને લાગશે આંચકો, ખરેખર આવું?
Last Updated: 10:49 AM, 21 September 2025
નવરાત્રીમાં મસ્ત મજાની ચળિયા-ચોળીમાં સજ્જ નારીઓને ડાંડિયા ખેલતી જોવાનું કોને ન ગમે? શ્રદ્ધા ભક્તિ સાથે સૌદર્યના દર્શન સમાન તહેવારની હવે એક અવળી બાજુ પણ સામે આવી છે. તાજેતરમાં એક ખાનગી સંસ્થાએ નવરાત્રી પર હાથ ધરેલા સંશોધનમાં કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. શું નવરાત્રીમાં ખરેખર લોકો માતાજીના દર્શન કરતાં આવતાં હોય છે, શું તેમનામાં શ્રદ્ધા-ભક્તિ હોય છે, રિસર્ચે આ ચીજ સ્પસ્ટ કરી દીધી છે.
ADVERTISEMENT
રિસર્ચમાં શું કહેવાયું
નામ ન આપવાની શરતે ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાવાયું હતું કે 95 ટકા લોકો ચોળિયા-ચોળીમાં સજ્જ નારીઓને ગરબે રમતાં જોવા આવે છે એટલે તેમના શ્રદ્ધા-ભક્તિભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ તેઓ સૌદર્યના શાસ્ત્રી હોય છે જ્યારે 5 ટકા લોકો જ શ્રદ્ધાભક્તિ ભાવનાથી ભરેલા હોય છે.
ADVERTISEMENT
45થી 51 વર્ષની વયના લોકો વધારે ઉત્તેજિત
સંશોધનમાં એવું પણ જણાવાયું છે કે નવરાત્રીમાં 45 થી 51 વર્ષની વયના લોકો સૌથી વધુ ઉત્તેજિત રહેતા હોય છે અને તેઓ મહિલાઓ સામે એકીટશે જોઈ રહેતા હોય છે અને મનોમન કામપૂર્તિ કરી લેતાં હોય છે. યુવાનોમાં પ્રેમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે એટલે કે યુવાનોમાં ગરબે રમવાની ભાવના જળવાઈ રહેતી હોય છે જ્યારે મોટેરાં નજર દ્વારા કામપૂર્તિ કરતાં હોવાનું પણ રિસર્ચમાં દર્શાવાયું છે.
ADVERTISEMENT
મહિલાઓનું શું?
રિસર્ચમાં ગરબે રમતી મહિલાઓને લઈને પણ વાત કરાઈ છે. સંશોધન અનુસાર, ચળિયા ચોળીમાં સજ્જ થઈને ગરબે રમતી મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે પોતે જ લાઈમલાઈટમાં રહે અને લોકો પોતાની સામે જ નજર નાખે અર્થાત મહિલાઓને પોતાની જાતને સુંદર દેખાડવાનું વધુ ગમતું હોય છે.
ADVERTISEMENT
બંગાળમાં નવરાત્રી પર નોનવેજ ખાવાનો રિવાજ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બંગાળ સિવાય આખા ભારતમાં 10 દિવસ દરમિયાન નોનવેજ ખવાતું હોય છે પરંતુ બંગાળમા જરા જુદો રિવાજ છે. બંગાળીઓ માટે, નવરાત્રી દરમિયાન માછલી અને માંસ ખાવું એ બળવો નથી. તે એક પરંપરા, સંસ્કૃતિ અને મા દુર્ગાના ઘરે પાછા ફરવાની ઉજવણી છે. તે ઉપવાસ દ્વારા નહીં, પણ ભોજન દ્વારા વ્યક્ત થતી ભક્તિ છે. બંગાળમાં, નવરાત્રી ફક્ત ઉપવાસ અને સંયમ વિશે નથી. તે દુર્ગા પૂજાની શરૂઆત છે, જે પ્રદેશનો સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે. ઉત્તર ભારતમાં આ દિવસોમાં નોનવેજ ખવાતું નથી પરંતુ બંગાળમાં નવરાત્રીને આનંદ, ભોગવિલાસ અને સમુદાય બંધનના સમય તરીકે જોવામાં આવે છે. બંગાળીઓ સંયમ રાખવાને બદલે, ઉત્સવ, સમુદાયનું જોડાણ અને સમય વિતાવવાનું અને પરિવાર અને મિત્રો સાથે યાદો બનાવવાનું શરૂ કરે છે. માંસાહારી ખોરાક, ખાસ કરીને માછલી અને માંસ, તે ઉત્સવનો એક ખાસ ભાગ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.