બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સાવધાન! ઇર્ષાળુ સંબંધીઓની બોલતી બંધ કરો, ના આપો આ બાબતોની જાણાકારી

ચાણક્ય નીતિ / સાવધાન! ઇર્ષાળુ સંબંધીઓની બોલતી બંધ કરો, ના આપો આ બાબતોની જાણાકારી

Published By: Bijal Vyas

Last Updated: 05:07 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chanakya Niti: ચાણક્યનો સૌથી મહત્વપૂર્ણ શીખએ છે કે દરેક સંબંધી ખરેખર તમારી તરફ હોતો નથી,જે વ્યક્તિ તમારી સફળતાથી ઈર્ષા કરે છે તે ક્યારેય તમારું ભલું ઈચ્છી શકતી નથી. તેથી, આવા લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરવાને બદલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળો.

ઈર્ષાળુ સંબંધીઓ વાસ્તવમાં જાસૂસ હોય છે. તેઓ સાચી ચિંતાથી તમારી ખબર-અંતર કે હાલચાલ નથી પૂછતા, પરંતુ તમારી નબળાઈઓ વિશે માહિતી જાણવા માટે આમ કરે છે. તમારી આવક, ઘરની સમસ્યાઓ કે બાળકોના ગુણ, તમારા જીવનની નાની-મોટી દરેક વિગત તેમના માટે એક હથિયાર બની જાય છે. તેમ છતાં, આપણે ભોળપણમાં આપણી આખી વાત તેમની સમક્ષ ખુલ્લી મૂકી દઈએ છીએ. જે ક્ષણે તમે તમારી મુશ્કેલીઓ શેર કરો છો, તે ક્ષણે તમે તેમના હાથમાં હથિયાર સોંપો છો. કારણ કે એ જ વિગતોનો ઉપયોગ આખરે તમારી વિરુદ્ધ કરવામાં આવશે અથવા તમને દુઃખ પહોંચાડવા માટે કરવામાં આવશે.

આચાર્ય ચાણક્ય કહે છે કે સંકટના સમયે બુદ્ધિશાળી વ્યક્તિએ અત્યંત સાવચેતી રાખવી જોઈએ. અને આજે, સૌથી મોટું જોખમ ઘણીવાર બહાર નહીં, પરંતુ પોતાના જ લોકોની વચ્ચે છુપાયેલું હોય છે. જેમ માખી હંમેશાં ઘા પર જ બેસે છે, તેમ કેટલાક સંબંધીઓ તમારા ગુણોને અવગણીને માત્ર તમારી નબળાઈઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રતિક્રિયા ના આપવો સૌથી મોટો હથિયાર

જ્યારે કોઈ તમને કટાક્ષભર્યું મહેણાં મારે, ત્યારે વળતો જવાબ આપવાને બદલે મૌન રહો. દ્વેષપૂર્ણ વ્યક્તિને તમારા વિશેના સત્યમાં કોઈ રસ હોતો નથી. તેઓ તો માત્ર તમને વિચલિત કે અકળાયેલા જોવા માંગતા હોય છે. જો તમે માત્ર સ્મિત કરો અને શાંત રહો, તો તે જ તમારી સૌથી મોટી જીત હશે.

કોઈને તમારી માહિતી ન આપો.

વ્યક્તિગત વિગતો આપવાનું બંધ કરો. જ્યારે કોઈ પૂછે કે, "તમારી કમાણી કેવી ચાલે છે?" ત્યારે બસ એટલું જ કહો કે, "ઈશ્વરની કૃપાથી બધું સારું છે." તમે જેટલી ઓછી માહિતી આપશો, તેટલા જ તમે સુરક્ષિત રહેશો.

સહમતિની રમત

જો કોઈ તમને કહે કે "તમે આ કરી શકતા નથી," તો દલીલ કરવાને બદલે ફક્ત એટલું જ કહો: "હા, કદાચ તમે સાચા છો." આનાથી સામેની વ્યક્તિના વિરોધનું જોર ઘટી જાય છે.

અત્યંત વિનમ્રતા

ક્યારેક, વિનમ્રતા એ સૌથી શક્તિશાળી પ્રત્યુત્તર હોય છે. જો કોઈ તમને જાહેરમાં નીચા દેખાડવાનો પ્રયાસ કરે, તો આદરપૂર્વક જવાબ આપો. આ તમારી છબીને મજબૂત બનાવે છે અને સામેની વ્યક્તિને શરમ અનુભવવા મજબૂર કરે છે.

સફળતાને જ અવાજ કરવા દો

તમારી યોજનાઓ કોઈની સાથે વહેંચશો નહીં. શાંતિથી સખત મહેનત કરો અને જ્યારે તમે સફળ થશો, ત્યારે તમારી સફળતા પોતે જ બધું કહી દેશે. આ જ બદલા લેવાની શ્રેષ્ઠ રીત છે.

આ પણ વાંચોઃ શ્રાવણમાં રાહુ ગોચરથી આ 4 રાશિઓના જાતકોને મળશે ભોળાનાથની વિશેષ આશીર્વાદ

અંતર રાખતા શીખો

હંમેશા ઉપલબ્ધ ન રહો. તરત જ ફોનનો જવાબ ન આપો કે દરેક આમંત્રણ પર હાજર ન થઈ જાઓ. તમે જેટલા ઓછા ઉપલબ્ધ રહેશો, તેટલું જ તમારું મૂલ્ય વધશે.

તેમને અરીસો બતાવો

જો કોઈ મર્યાદા ઓળંગે, તો તેમને તેમની જ ભાષામાં જવાબ આપો—શાંતિથી, ગુસ્સા વગર, પણ સ્પષ્ટ રીતે. આનાથી તેઓ પોતાના વિશેના સત્યનો સામનો કરવા મજબૂર થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

jealous relatives truth chanakya niti

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ