ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Canara Bankમાં ભરતી પડી છે, જલ્દી કરજો, નહીંતર છેલ્લી તારીખ જતી રહેશે

તમારા કામનું / Canara Bankમાં ભરતી પડી છે, જલ્દી કરજો, નહીંતર છેલ્લી તારીખ જતી રહેશે

Published By: Nirav Kumar

Last Updated: 12:58 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેરા બેંકમાં ભરતી પડી છે. જેમાં એપ્રેન્ટિસ માટે 3500 જગ્યા ભરવામાં આવશે. તેમાં આગામી 12 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે.

ADVERTISEMENT

કેનેરા બેંકે એપ્રેન્ટિસશીપ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 3500 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરાશે. જેમાં અરજી કરવાની પ્રોસેસ 23 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ છે અને 12 ઓક્ટોબર 2025 સુધી તેમાં ફોર્મ ભરી શકાશે.

  • શૈક્ષણિક લાયકાત અને ઉંમર
    આ જગ્યામાં ભરતી માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. તેમાં લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ રાખવામાં આવી છે. તેમાં અનામત કેટેગરી માટે છૂટછાટ પણ આપવામાં આવશે. જેમાં SC અને ST ઉમેદવારોને મહત્તમ 5 વર્ષ, OBC ઉમેદવારોને 3 વર્ષ અને અપંગ ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટ અપાસે.
  • કેટલું હશે સ્ટાઈપેન્ડ?

પસંદ કરાયેલા ઉમેદવારોને ટ્રેનિંગના સમયગાળા દરમિયાન 15,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે. આ રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. સાથે એ નોંધવું જરૂરી છે કે, એપ્રેન્ટિસશીપ એક ટ્રેનિંગ પ્રોગ્રામ હોવાથી તેને કાયમી નોકરીમાં રૂપાંતરિત કરવામાં આવશે તેની કોઈ ગેરંટી નથી.

  • અરજી ફી

આ ભરતી માટે અરજી કરવા માટે ફી નક્કી કરાઈ છે. જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે. તો એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઇ ફી રાખવામાં નથી આવી.

વધુ વાંચો : એન્જિનિયરો માટે સરકારી કંપનીમાં નોકરીની તક, 610 જગ્યા પર ભરતી, ફટાફટ કરો અરજી

  • કેવી રીતે કરવી અરજી?

આ અરજી પ્રોસેસ સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે. એના માટે ઉમેદવારોએ કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને અરજી ફોર્મ ભરવું. જ્યાં દરેક જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અને ફી ચૂકવ્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ રાખવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Recruitment Jobs In Bank Canara Bank

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ