ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટ્રમ્પ આવશે ભારત? ખબરથી અચાનક શેરબજારે મારી પલટી, તોફાની તેજી સાથે બંધ

બિઝનેસ / ટ્રમ્પ આવશે ભારત? ખબરથી અચાનક શેરબજારે મારી પલટી, તોફાની તેજી સાથે બંધ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:46 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-US Trade Deal: ભારતમાં નવા અમેરિકી રાજદૂત સાર્જિયો ગોરએ ભારત-યુએસ ટ્રેડ ડીલથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આવવાની શક્યતાને લઇ તેમના સંબોધનમાં ઘણી વાતો કહી છે.

ADVERTISEMENT

India-US Trade Deal: ભારતમાં નવા અમેરિકી રાજદૂત સાર્જિયો ગોરએ ભારત-યુએસ ટ્રેડ ડીલથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આવવાની શક્યતાને લઇ તેમના સંબોધનમાં ઘણી વાતો કહી છે. જેના પછી શેરબજાર તેના ઘટાડામાંથી બહાર આવ્યું અને ઝડપથી આગળ દોડવા લાગ્યુ છે.

સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી જે શરૂઆતના સમયે તીવ્ર ઘટાડા સાથે તૂટી પડ્યા હતા, બજાર બંધ થાય તે પહેલાં ઝડપથી ઉછળ્યા અને બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 301 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 107 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો. બજારમાં આ અચાનક ઉછાળાનું કારણ એક ખબર હોવાનું મનાય છે. જેનું અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા છે.

પહેલા 500 પોઈન્ટ ઘટ્યો, પછી સેન્સેક્સ રોકેટ ગતિ

સોમવારના શેરબજારમાં થયેલા મોટા ઉછાળાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બીએસઈ સેન્સેક્સ ખુલ્યાના થોડીવારમાં જ 500 પોઈન્ટથી વધુ ઘટ્યો, પરંતુ પછી 301 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. સેન્સેક્સ 83,435 પર ખુલ્યો, જે બરાબરનો તુટીને 82,861ના લેવલ પર આવી ગયો હતો. પરંતુ તેણે અચાનક ચાલ બદલી અને બજાર બંધ થવા પર બીએસઇનો ઇન્ડેક્સ 83,878.17 પર બંધ થયો છે.

નિફ્ટીની ચાલ સેંસેક્સ જેવી

માત્ર સેન્સેક્સ જ નહીં, પરંતુ એનએસઇ નિફ્ટીએ પણ આવું વલણ દર્શાવ્યું. આ 50 શેરનો સૂચકાંક 25,683 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 25,669 થી થોડો ઘટાડો હતો, અને પછી ઝડપી ઘટાડો શરૂ થયો. થોડીવારમાં તે 210 પોઈન્ટ ઘટીને 25,473 પર પહોંચી ગયો. જોકે તેનો ગતિ સેન્સેક્સની જેમ જ ઉલટો થયો અને અંતે નિફ્ટી 107 પોઈન્ટ વધીને 25,790 પર બંધ થયો.

vtv app promotion

બજારમાં ઉછાળા પાછળના કારણો

શેરબજારમાં ચાલ બદલવાનું અને ક્રેશથી અચાનક ઝડપથી વધવાથી લઇને તોફાની તેજી પકડવા પાછળના કારણોની વાત કરીએ તો અમેરિકાથી આવેલા એક સમાચાર મનાય છે. ભારતમાં નવા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે સત્તાવાર રીતે તેમનો પદ સંભાળી લીધુ છે. તેમના પહેલા સંબોધનમાં તેમણે ઘણી વાતો ઉપરાંત ભારત-અમેરિકા વેપાર સોદા અંગેની ટિપ્પણીઓ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ સોનાના ભાવ આસમાને, ચાંદી આજે 9000 રુપિયા મોંઘી, 3.2 લાખ સુધી જશે ભાવ?

રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા પર આગામી વાટાઘાટો આવતીકાલે થશે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ પણ શેર કર્યો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના "ખાસ મિત્ર" ગણાવ્યા. ગોરે એમ પણ કહ્યું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market boom Stock Market Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ