બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ક્રેડિટ કાર્ડથી નહીં કરી શકો આ કામ, સર્વિસ બંધ! વાંચી લેજો RBIની નવી ગાઇડલાઇન
Last Updated: 06:49 PM, 19 September 2025
ભારતમાં લાખો લોકો દર મહિને પોતાના ઘરના ભાડાનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ મારફતે કરતા હતા. આથી એક તરફ તેમને રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેકનો લાભ મળતો હતો તો બીજી તરફ તરત પૈસા ન ખર્ચીને ક્રેડિટ પિરિયડનો ફાયદો પણ મળતો હતો. પરંતુ હવે આ સુવિધા બંધ થઈ ગઈ છે. RBIના નવા નિયમો બાદ PhonePe, Paytm અને Cred જેવા બધા મોટા ફિનટેક પ્લેટફોર્મ્સે આ સર્વિસ હટાવી દીધી છે.
ADVERTISEMENT

RBIએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે અનેક યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવાના બહાને પોતાના જ પરિચિતોને પૈસા ટ્રાન્સફર કરતા હતા અને તેનો ઉપયોગ અન્ય જગ્યાએ કરતા હતા. આ રીતે તેઓ કેશબેક અને રિવોર્ડ પોઈન્ટનો ખોટો લાભ લઈ રહ્યા હતા. હવે નવા નિયમ મુજબ માત્ર તે જ મકાનમાલિકોને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે જેઓ KYC સાથે રજિસ્ટર્ડ વેપારી તરીકે નોંધાયેલા હશે.
ADVERTISEMENT

નવા ગાઇડલાઇન હેઠળ પેમેન્ટ એપ્સને ભાડું ચૂકવતા પહેલા મકાનમાલિકની બેંક ડીટેઈલ્સ સાથે KYC પ્રક્રિયા ફરજિયાત કરવી પડશે. RBIનું માનવું છે કે આ નિયમથી ક્રેડિટ કાર્ડના દુરુપયોગ પર રોક લાગશે અને ડિજિટલ પેમેન્ટ્સમાં પારદર્શિતા આવશે.
ADVERTISEMENT

આ પગલાની સીધી અસર સામાન્ય ભાડૂત પર પડશે. હવે તેઓ ક્રેડિટ કાર્ડથી રિવોર્ડ પોઈન્ટ્સ અને ઈન્ટરેસ્ટ-ફ્રી ક્રેડિટ પિરિયડનો લાભ નહીં લઈ શકે. ભાડૂતોએ હવે UPI, NEFT, RTGS, IMPS અથવા ચેક જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે.
ADVERTISEMENT
ટેક એક્સપર્ટ્સ કહે છે કે RBIનો આ નિર્ણય સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે થોડું અસુવિધાજનક રહેશે. ખાસ કરીને તેઓ માટે જેઓ મહિનાની લિક્વિડિટી મેનેજ કરવા માટે ક્રેડિટ કાર્ડ પર આધાર રાખતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.