ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બજારને લઈને સામે આવી મોટી માઠી ખબર, રોકાણકારોમાં ડર, બધાના મોંઢા થયા કાળામેશ

બિઝનેસ / બજારને લઈને સામે આવી મોટી માઠી ખબર, રોકાણકારોમાં ડર, બધાના મોંઢા થયા કાળામેશ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:57 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market: શેરબજારમાં આજે ગુરુવારે સેન્સેક્સ-નિફ્ટી બંને ઇંડેક્સ તોફાની તેજીથી આગળ વધતા જોવા મળ્યા.

ADVERTISEMENT

Stock Market: શેરબજારમાં આજે ગુરુવારે સેન્સેક્સ-નિફ્ટી બંને ઇંડેક્સ તોફાની તેજીથી આગળ વધતા જોવા મળ્યા. નોંધપાત્ર રીતે બંને ઇંડેક્સએ ટ્રેડિંગ દરમિયાન 52 અઠવાડિયાના નવા સર્વકાલીન હાઇ લેવલ પહોચ્યા. રિલાયન્સથી લઈને બજાજ ફાઇનાન્સ સુધીના લાર્જ-કેપ શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો, બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં બંધ થયા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 446 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સૂચકાંક પણ દિવસભર ઉચકાતો જોવા મલ્યો અને 139 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. દરમિયાન શેરબજારમાં ગુરુવારે તેજી વચ્ચે 'માર્કેટ હીરો' સાબિત થયેલા શેરોમાં રિલાયન્સ, બજાજ અને મહિન્દ્રા જેવા મોટા નામો હતા.

stock-market-simple

સેન્સેક્સ નવા ઓલ ટાઇમ હાઇ

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆતમાં બીએસઇ સેન્સેક્સ 85,470 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 85,186 થી ઉપર હતો. ત્યારબાદ તે 85,801.70 પર પહોંચ્યો, જે સેન્સેક્સ માટે 52-સપ્તાહનો હાઇ લેવલ પણ છે. બજાર બંધ સમયે તે 446.21 પોઈન્ટ વધીને 85,632.68 પર બંધ થયો.

નિફ્ટીમાં પણ રફ્તાર

એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો 26,132.10 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 26,052 થી વધારો છે. એનએસઇ નિફ્ટી પણ 26,246.65 પર સ્પર્શ્યો, જે તેની 52-સપ્તાહનું હાઇ સ્તર છે. જોકે 139.50 પોઈન્ટ વધીને 26,192 પર બંધ થયો.

vtv app promotion

શું આ બજારની તેજીનું કારણ છે?

શેરબજારમાં અચાનક થયેલા આ ઉછાળા પાછળના કારણોની વાત કરીએ તો ભારત-અમેરિકા વેપાર કરાર અંગે અમેરિકા તરફથી આવતા સતત સકારાત્મક સમાચાર બજાર પર અસર કરી રહ્યા છે. ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર સતત સંકેત આપી રહ્યા છે કે નવેમ્બરના અંત સુધીમાં આ કરાર અંગે મોટી જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકાથી આવ્યા મોટા સંકેત, જલદી જ થઈ શકે છે Indo-US ટ્રેડ ડીલ

અન્ય પરિબળોની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં થયેલા વધારાએ ભારતીય શેરબજાર પર પણ અસર કરી છે. એશિયન બજારોમાં હરિયાળીને કારણે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. નોંધનીય છે કે Nvidiaના શાનદાર પરિણામોએ યુએસ બજારમાં રિકવરીને મજબૂત બનાવી અને એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી છે. વિદેશી રોકાણકારોએ પણ ભારતીય બજારને ટેકો આપવામાં ભૂમિકા ભજવી હતી.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment Stock Market Reliance Industries

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ