ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અમેરિકાથી આવ્યા મોટા સંકેત, જલદી જ થઈ શકે છે Indo-US ટ્રેડ ડીલ

ટ્રેડ ડીલ / અમેરિકાથી આવ્યા મોટા સંકેત, જલદી જ થઈ શકે છે Indo-US ટ્રેડ ડીલ

Published By: Pravin Joshi

Last Updated: 09:43 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે બજારમાં સકારાત્મક સંકેતો જોવા મળતા IT, ઓટો એન્સિલરી, ટેક્સટાઇલ અને શ્રિમ્પ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી. નિફ્ટી IT ઇન્ડેક્સ 3% સુધી ઉછળ્યો.

ADVERTISEMENT

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગે હવે બજારમાં સકારાત્મક સંકેતો ઝડપથી વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં મોટાપાયે વ્યવસાય કરતી ભારતીય IT અને એક્સપોર્ટ-ઓરિએન્ટેડ કંપનીઓનાં શેરોમાં જોવા મળેલી તેજી સ્પષ્ટ કરે છે કે Indo-US ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બજારમાં આજે દિવસભર IT અને ઓટો એન્સિલરી શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. નિફ્ટી IT ઇન્ડેક્સ 3% સુધી ઉછળ્યો, જે રોકાણકારોમાં વધતી આશાનો સીધો પ્રતિબિંબ છે.

TRADE-1

આજે નિફ્ટી 50 પેકમાં Infosys અને HCL Technologies ટોપ ગેનર્સમાં રહ્યા અને 3% સુધીની તેજી દર્શાવી. તે સિવાય LTTS, Intellect Design, LTI Mindtree, Persistent અને TCSના શેરોમાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો. અમેરિકામાં વધતા બિઝનેસ અવસર અને ડીલ અંગેની સકારાત્મકતા IT સેક્ટરમાં નવી energy લાવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડ ડીલ થવાથી IT કંપનીઓ પર લાંબા સમયથી રહેલો દબાણ ઘટાડાશે અને નતરું હાફમાં તેમની આવક તથા ઓપરેશનલ માર્જિન સુધરી શકે છે.

stock-market-simple

વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગે ટૂંક સમયમાં ‘ગુડ ન્યુઝ’ મળશે અને આ ડીલ ન્યાયસંગત તેમજ સંતુલિત હશે. આ નિવેદન બાદ બજારમાં વધુ optimism જોવા મળ્યો છે. આ દરમિયાન ભારતે રશિયાથી કાચા તેલના આયાતમાં ભારે ઘટાડો કર્યો છે અને હવે અમેરિકા પાસેથી લગભગ 15 અબજ ડોલર જેટલું તેલ ખરીદવાની તૈયારી છે. હાલમાં $60 અબજના માલ પર 50% ડ્યૂટી લાગતી હોવાથી નવા કરારથી વેપાર વધુ સુગમ બની શકે છે.

નિફ્ટી IT ઇન્ડેક્સમાં 3%નો ઉછાળો એ દર્શાવે છે કે ડીલની શક્યતાઓથી રોકાણકારોમાં IT સેક્ટર અંગે નવી આશા જન્મી છે. ફેડ દ્વારા રેટ કટની સંભાવનાઓ વધી રહી હોવાથી અમેરિકામાં ડિસ્ક્રેશનરી ખર્ચમાં વધારો થઈ શકે છે, જે ભારતીય IT કંપનીઓને સીધી અસર રૂપે નવા ઓર્ડર્સ અને વધુ આવક આપી શકે છે.

આ પણ વાંચો: દેશની GDP 7%ના દરે વધશે આગળ, ICRAનો અંદાજ

ઓટો એન્સિલરી સેગમેન્ટમાં પણ મજબૂત તેજી જોવા મળી છે. Motherson, Bharat Forge અને Sona BLW જેવી કંપનીઓની 30–40% આવક સીધી US માર્કેટ પરથી થાય છે. અમેરિકામાં ડીલ થવાથી તેમના ઓર્ડર બુકમાં વધારો થઈ શકે છે. આજે આ શેરોમાં નોંધપાત્ર તેજી નોંધાઈ. Shrimp અને ટેક્સટાઇલ સેગમેન્ટમાં પણ મજબૂત ખરીદી જોવા મળી. Avanti Feeds અને Vardhman Textiles આજે ટોચના ગેનર્સમાં રહ્યા, જે દર્શાવે છે કે US માર્કેટમાં સકારાત્મક ટ્રેડ પરિસ્થિતિની આશા તમામ સેક્ટરમાં optimism ફેલાવી રહી છે.

બજારમાં આજે જોવાયેલા તમામ સંકેતો એ દર્શાવે છે કે Indo-US ટ્રેડ ડીલ ખૂબ નજીક છે અને આ કરાર ભારતીય બજાર તથા અનેક સેક્ટરો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndoUSTradeDeal StockMarketNews ITStocks

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ