બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:19 PM, 1 March 2024
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે. અત્યારે જોડ તોડ અને ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. અત્રે જણાવીએ કે, BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે
ADVERTISEMENT
મહેશ વસાવા ભાજપમાં જોડાશે
આપને જણાવીએ કે, મહેશ વસાવાએ કેટલાક અગ્રણીઓ સાથે સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. આગામી દિવસમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે. મહેશ વસાવાએ કહ્યું કે, આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે
ADVERTISEMENT
ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે
વાંચવા જેવું: આવતીકાલે CM સહિત ગુજરાતનું મંત્રીમંડળ જશે અયોધ્યા, કરશે પ્રભુ રામલલાના દર્શન
ADVERTISEMENT
વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વાસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.