બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat cabinet including CM will go to Ayodhya tomorrow

ગાંધીનગર / આવતીકાલે CM સહિત ગુજરાતનું મંત્રીમંડળ જશે અયોધ્યા, કરશે પ્રભુ રામલલાના દર્શન

Vishal Khamar

Last Updated: 03:11 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ અયોધ્યા જશે. જેમાં મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ અયોધ્યા જશે. તેમજ ભાજપ પક્ષનાં મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જશે.

અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રી મંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યા છે. આવતીકાલે અયોધ્યા દર્શને  જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્ય જશે. 

મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા
રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં રામ લલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત અને ભક્તિમાં ડૂબેલા દેખાતા હતા. 10 બસમાં આવેલા ધારાસભ્યો અને મંત્રીઓને રામજન્મભૂમિના ગેટ નંબર 11માંથી એન્ટ્રી આપવામાં આવી હતી.

વધુ વાંચોઃ ગુડ ન્યુઝ: હવે કચ્છીઓ ડાયરેક્ટ ભુજથી મુંબઈ જઇ શકશે, એ પણ બાય ફ્લાઇટ, આજથી સર્વિસનો શુભારંભ

10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિષેક સમારોહ પછીના પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું, 'ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ ભક્તો રામ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા. અત્યાર સુધી મંદિરમાં આવનારા ભક્તોની અંદાજિત સંખ્યા 50-60 લાખ છે. મંદિર તરફ ચાલતી વખતે કેટલાક ભક્તો 'જય શ્રી રામ' ના નારા લગાવે છે, જ્યારે કેટલાક અન્ય ભક્તો મંદિર તરફ ચાલતી વખતે રામચરિત માનસના ગીતો ગાય છે. મોટાભાગના લોકો તેમના જૂથ સાથે ખુલ્લા પગે ચાલે છે. મંદિરની અંદર ચડાવવામાં આવતી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ વેચતી નાની દુકાનો પણ રસ્તાના કિનારે વ્યસ્ત છે.
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ