બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhuj to Mumbai flights start from today

આનંદો / ગુડ ન્યુઝ: હવે કચ્છીઓ ડાયરેક્ટ ભુજથી મુંબઈ જઇ શકશે, એ પણ બાય ફ્લાઇટ, આજથી સર્વિસનો શુભારંભ

Vishal Khamar

Last Updated: 02:09 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ-મુંબઈ વચ્ચે આજથી 120 મુસાફરોની ક્ષમતાવાળી એર ઈન્ડિયાની વીમાની સેવા શરૂ થવા પામી છે. જેને લઈ એરપોર્ટ ઓર્થોરિટી તેમજ એર ઈન્ડિયાનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. તેમજ બેઠકમાં મહત્વનો નિર્ણયો કરવામાં આવ્યા છે.

ભૂજ થી મુંબઈ જનાર લોકો માટે આજથી ફ્લાઈટની સેવા શરૂ કરવામાં આવી છે. 120 મુસાફરોની બેઠકની ક્ષમતા ધરાવતી દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. મુંબઈ માટેની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા કચ્છીઓને ફાયદો થશે.

120 મુસાફરોની બેઠકની ક્ષમતા ધરાવતી દૈનિક ફ્લાઈટ શરુ કરાઈ
આ બેઠકમાં એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગર, એર ઈન્ડિયાનાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ભુજનાં ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે, મુંબઈ-કચ્છ વચ્ચે ફ્લાઈટ શરૂ થતા કચ્છીઓ માટે આવકારદાયક હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટિકિટનાં ભાવો વ્યાજબી રાખવા તેમજ બીજી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે તો બંને ફ્લાઈટોની વિદેશી વિમાની સેવા સાથે કનેક્ટીવીટીની રજૂઆત કરી હતી. 

વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની ભરતીને લઇ મોટા સમાચાર: આવતીકાલે કરાશે વિગતવાર એલાન, જાણો કયા

એર ઈન્ડિયાનાં અધિકારીઓ તેમજ કચ્છનાં આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ
આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ટ્રાફિક મળશે તો આગામી સમયમાં 186 સીટની ફ્લાઈટની સેવા શરૂ કરવાની ખાત્રી આપી હતી. કચ્છની કંપનીઓ પાસેથી 40 થી 50 જેટલી સીટોનાં ક્વોટાનું બુકિંગ કરાવી આપશે. મુંબઈથી ભૂજ આવેલા એર ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્લોબલ કચ્છ ફેડરેશનાં વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણી,  ચેમ્બર ઓફ કોર્મસનાં હરિભાઈ ગોર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ