બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / ભારત / ટેક અને ઓટો / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી

ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી

Last Updated: 08:13 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ-દુનિયામાં અબજો લોકોનું પ્રિય બનેલ વોટ્સએપે ભારતમાં તેની સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે.

આજે વોટ્સએપ ઘર ઘરની જરુરિયાત બની ગયું છે. અબજો લોકોની પહેલી પસંદ બનેલ વોટસ્એપ હવે આકરા પાણીએ છે. આગામી સમયમાં ભારતમાં વોટ્સએપ બંધ થાય તો નવાઈ નહી એક શક્યતા એવી ઊભી થઈ છે. વોટ્સએપ એક કેસમાં દિલ્હી હાઈકોર્ટને સ્પસ્ટ કહ્યું છે કે જો અમને એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં તેની સેવાઓ બંધ કરી દેશે. વોટ્સએપે ઈન્ફર્મેશન ટેકનોલોજી 2021ના આઈટી નિયમને પડકારતી વખતે આ વાત કહી હતી.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ફીચર પ્રાઈવસી સુરક્ષિત કરે છે

વોટ્સએપે કહ્યું કે તેમનું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ફીચર તેનો ઉપયોગ કરનારાઓની પ્રાઈવસીને સુરક્ષિત કરવાનું કામ કરે છે. આ સુવિધાને કારણે જેના કારણે સંદેશમાં શું લખ્યું છે તે મેળવનાર અને મોકલનાર બંને જાણી શકે છે. વોટ્સએપ તરફથી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ તેજસ કારિયાએ કહ્યું કે, લોકો પ્રાઇવસી કારણોસર પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડના સંદેશાઓને કારણે, તેમની ગોપનીયતા રહે છે. એક પ્લેટફોર્મ તરીકે, અમે કહી રહ્યા છીએ કે, જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે, તો સેવાઓ ચાલુ રાખી શકશે નહીં. મૂળ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટમાં એન્ક્રિપ્શન તોડવાની જોગવાઈ નથી.

કેન્દ્ર સરકારે વોટ્સએપ પર શું કહ્યું?

કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે વોટ્સએપ અને ફેસબુક પોતાના હિત માટે યૂઝર્સની માહિતીમાંથી કમાણી કરે છે. કેન્દ્રના વકીલ કીર્તિમાન સિંહે નિયમોના બચાવમાં દલીલ કરતા કહ્યું કે, લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા પર શું થઈ શકે છે. આ નિયમ પાછળનો હેતુ સંદેશ મોકલનારને શોધવાનો છે. સંદેશને શોધી કાઢવા માટે કોઈ મિકેનિઝમ હોવી જોઈએ.

વધુ વાંચો : આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

વોટ્સએપ બંધ થઈ જવાની શક્યતા કેટલી

વોટસેએપ ભારતમાં તેની સેવાઓ બંધ કરવાની ધમકી તો આપી છે પરંતુ તેની ધમકીમાં કેટલો દમ? હકીકતમાં કહેવામાં બધું કહેવાય પરંતુ તેને બંધ કરવી અઘરી અને અશક્ય છે કારણ કે એક રિપોર્ટ અનુસાર, દુનિયામાં ભારત એવા ઘણા દેશોમાંનો એક છે જ્યાં લોકો વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરે છે. આજે વોટ્સએપ લોકોની રગેરગમાં વ્યાપી ગયું છે અને હાલમાં તેના બંધ થવાની કોઈ શક્યતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ