બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રજવ્લ રેવન્ના સેક્સ સ્કેન્ડલમાં મોટો ટ્વિસ્ટ, હવે પીડિતાએ કર્યો નવો દાવો, તો પછી હવે શું?

કર્ણાટક / પ્રજવ્લ રેવન્ના સેક્સ સ્કેન્ડલમાં મોટો ટ્વિસ્ટ, હવે પીડિતાએ કર્યો નવો દાવો, તો પછી હવે શું?

Last Updated: 09:26 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં જેડીએસ નેતાના સેક્સ સ્કેન્ડલમાં પીડિતાએ હવે એક નવો ખુલાસો કરતાં કેસનું કોકડું વધારે ગૂંચવાયું છે.

કર્ણાટકમાં JDS નેતા એચડી રેવન્ના અને તેના સાંસદ પુત્ર પ્રજવલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગે એવું કહ્યું છે કે સેક્સ સ્કેન્ડલની પીડિતાએ એવો દાવો કર્યો છે કે તેને યૌન શૌષણની ખોટી ફરિયાદ નોંધાવવા માટે દબાણ કરાયું હતું. એક મહિલા ફરિયાદી સિવિલ યુનિફોર્મમાં સજ્જ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કમિશનમાં આવી હતી, કથિત રીતે પોતાને કર્ણાટક પોલીસના અધિકારીઓ તરીકે રજૂ કરી હતી અને આ કેસમાં ખોટી ફરિયાદ આપવા દબાણ કર્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે તેને અલગ અલગ નંબરો પરથી ફોન આવ્યાં હતા જેમાં તેને ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી.

શું છે સેક્સ સ્કેન્ડલ

પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પુત્ર અને તેમના સાંસદ પ્રપૌત્ર પ્રજવ્લ રેવન્નાની સંડોવણીવાળું સેક્સ સ્કેન્ડલ સૌથી મોટું બન્યું છે. કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચાવનારી આ સ્ટોરીમાં વ્હાઇટ કોલર પિતા પુત્રની જોડી, અસંખ્ય નિર્દોષ અને લાચાર છોકરીઓ અને 2976 અશ્લીલ વીડિયો સાથે પેનડ્રાઇવની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના કોણ આરોપી

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના આરોપી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેમના પૌત્ર પ્રજ્વલ રેવાન્ના છે. પ્રજ્વલ પર આરોપ છે કે તેણે પોતાના જ ઘરમાં અસંખ્ય છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું એટલું જ નહીં, તેમના અશ્લીલ વીડિયો બનાવીને તેમને ડરાવવાનો પણ આરોપ છે. પ્રજ્વલના વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

3 હજાર અશ્લીલ વીડિયો સામે આવ્યા

યૌન શોષણનો ભોગ બનેલી છોકરીઓની સંખ્યા હજુ સુધી અસ્પષ્ટ છે, જ્યારે લગભગ 3,000 અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. જેથી આ મામલો સામે આવતા જ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે, કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગીને જર્મનીમાં છુપાયો છે.

નોકરાણી અને ડ્રાઈવરે બહાર લાવ્યાં પિતા-પુત્રનું સેક્સ કૌભાંડ

પ્રજ્વલ અને તેના પિતાનું સેક્સ કૌભાંડ બહાર લાવનાર મુખ્ય બે વ્યક્તિઓ હતા, એક તેના ઘરમાં કામ કરનાર મહિલા અને બીજો તેનો જુનો ડ્રાઈવર. કાર્તિક ગૌડા નામનો વ્યક્તિ રેવન્ના પરિવારનો જૂનો ડ્રાઇવર હતો. તેણે લગભગ 15 વર્ષ સુધી રેવન્ના પરિવારની કાર ચલાવી હતી. પરંતુ ધીરે ધીરે પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સાથેના તેના સંબંધો બગડવા લાગ્યા હતા. અને તેણે નોકરી છોડી દીધી. કાર્તિકના જણાવ્યા અનુસાર રેવન્ના પરિવારે તેની જમીન પર અતિક્રમણ કર્યું હતું અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે પ્રજ્વલે તેને અને તેની પત્નીને માર માર્યો હતો. રેવાન્ના પરિવારના કાળા કારનામાથી વાકેફ હોવાથી તેણે રેવાન્નાના અશ્લીલ વીડિયોથી ભરેલી એક પેન ડ્રાઇવ અલગ અલગ છોકરીઓ સાથે મેળવી હતી અને આ પેન ડ્રાઇવથી ભાજપના નેતા દેવરાજ ગૌડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેવરાજે કાર્તિકને વિશ્વાસમાં લઈને તેની પાસેથી પેનડ્રાઈવ લઈ લીધી હતી, જેમાં પ્રજ્વલના અસંખ્ય યુવતીઓ અને મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો કેદ થઈ ગયા હતા.

નોકરાણીએ શું ખુલાસા કર્યાં?

રેવન્નના ઘરમાં કામ કરનાર નોકરાણીએ એવું કહ્યું કે 2019માં જ્યારે રેવાન્ના પરિવારના દીકરાના લગ્ન થયા હતા ત્યારે તેને કામ માટે બોલાવવામાં આવી હતી અને તક મળતાં રેવન્ના તેને પોતાના રૂમમાં એકલો બોલાવતો હતો. પરિવારમાં બીજી છ મહિલાઓ કામ કરતી હતી, અને તે બધા ડરી ગઈ હતી. પત્ની ઘેર ન હોય ત્યારે રેવન્ના તેને સ્ટોર રુમમાં બોલાવીને ફ્રૂટ આપવાના બહાને છેડતી કરીને યૌન શૌષણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની દીકરી સાથે પણ વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરતો હતો.

વધુ વાંચો : VIDEO : કૂલ્હડ પીઝા કપલના MMS બાદ વધુ એક વીડિયો આવ્યો, થઈ ગયો વાયરલ

પિતા-પુત્રના યૌન શૌષણનો ભોગ બનનાર છોકરીઓ કોણ હતી?

રેવન્નાનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ એવી છોકરીઓ હતી જે રાજકીય મહત્વકાંક્ષા માટે અથવા કોઈ કામ માટે તેની મુલાકાત લેતી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ આ યુવતીઓમાં જિલ્લા પંચાયતની સભ્યો, પોલીસકર્મીઓ અને અન્ય ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ હતી. રેવન્નાએ માત્ર આવી છોકરીઓનું યૌન શોષણ જ નથી કર્યું, પરંતુ તેમના વીડિયો પણ પોતાના મોબાઈલ ફોનથી શૂટ કર્યા છે. આમાંથી ઘણા વીડિયો એવા છે જેમાં કેટલીક છોકરીઓ રેવન્ના સાથે સહમત થઈ હતી તો બીજી કેટલીક વિરોધ કરતી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ