બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : કૂલ્હડ પીઝા કપલના MMS બાદ વધુ એક વીડિયો આવ્યો, થઈ ગયો વાયરલ

વાયરલ / VIDEO : કૂલ્હડ પીઝા કપલના MMS બાદ વધુ એક વીડિયો આવ્યો, થઈ ગયો વાયરલ

Last Updated: 08:02 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મશહુર કૂલ્હડ પિઝા કપલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

પંજાબનું ફેમસ કૂલ્હડ પિઝા કપલ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેના દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. થોડા સમય પહેલા બંનેનો એમએમએસ વાયરલ થયો હતો, જે બાદ થોડા સમય સુધી બંને લાઈમલાઈટથી દૂર રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે. કપલ સહજ અરોરા અને ગુરપ્રીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સહજ અને ગુરપ્રીતે પુષ્પા ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો છે.

સહજ અરોરા અને ગુરપ્રીતનો વીડિયો

સહજ અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, "ઝૂકશે નહીં..." વીડિયોમાં સહજ બ્લૂ ટોપ અને બ્લૂ જીન્સમાં પુષ્પાના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે તેની સાથે તેનો પતિ ગુરપ્રીત પણ છે. થોડા જ સમયમાં આ વીડિયો પર 20 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે, તો ઘણા લોકોએ આ વીડિયો જોયો છે. સહજ અરોરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે અને તેની 796 પોસ્ટ છે. તે પોતાને ઉદ્યોગસાહસિક અને ફ્રેશબાઇટ્સ અને કૂલ્હડ પિઝાના સીઈઓ તરીકે ઓળખાવે છે.

વધુ વાંચો : 'જલેબીવાળા'એ 120 છોકરીઓ પર રેપ કરીને વીડિયો બનાવ્યો, હાર્ટએટેકથી મર્યો, કેવી રીતે ફસાવી?

કપલનો અશ્લીલ વીડિયો થયો હતો વાયરલ

લંધરમાં રહેતા આ કપલનો ગત વર્ષે એક અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો. અશ્લિલ વીડિયોમાં કપલ સેક્સ માણતું જોવા મળ્યું હતું. ઈન્ટરનેટ પર આ વીડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. શરૂઆતમાં યૂઝર્સે ખૂબ ટ્રોલ કર્યા હતા, પરંતુ બાદમાં આ કપલને ઘણો સપોર્ટ મળ્યો હતો. તેના થોડા સમય પહેલાં જ સહજ અને ગુરપ્રીત પણ માતા-પિતા બન્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ સહજ અરોરાએ તેને ફેક ગણાવ્યો હતો અને તેના પર બ્લેકમેઇલિંગનો પણ આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. સહજે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે અમારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે ફેક છે. 15 દિવસ પહેલા અમને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં અમારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો વીડિયો વાયરલ કરવામાં આવશે. અમે પૈસા આપવાની ના પાડી અને પોલીસ ફરિયાદ નોંધાવી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ