બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / કથામાં દ્રષ્ટાંત-બોધ સમાજને ખટકે તેવા કેમ? બફાટ કરનાર રાજૂ બાપુના નિવેદન પર કોણ શું બોલ્યું?

મહામંથન / કથામાં દ્રષ્ટાંત-બોધ સમાજને ખટકે તેવા કેમ? બફાટ કરનાર રાજૂ બાપુના નિવેદન પર કોણ શું બોલ્યું?

Last Updated: 10:12 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજેશગીરી બાપુએ સીમરની કથામાં કોળી-ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન કર્યુ. તેમની સાથેના વૈવાહિક સંબંધને કલંક ગણાવાયા.રાજુબાપુનું આ ઘોર જાતિવાદી નિવેદનને સામાજિક વૈમનસ્ય ફેલાવનારૂ સાબિત થયું

કથાકાર,સંત,કલાકાર અથવા તો રાજકારણી જાહેરજીવનમાં આ બધા વ્યક્તિ વિશેષનું સમાજમાં સમ્માનીય સ્થાન છે. તેમના વાણી,વર્તન અને વ્યવહારનો લોકોમાં પ્રભાવ હોય છે. પણ જ્યારે આ લોકો વિવેકચૂકે અથવા અશોભનિય કૃત્ય કરે ત્યારે સમાજની નિંદાનો ભોગ બને. આજે એવી જ એક ચર્ચા રાજેશગીરી બાપુના નિવેદન પછી ઉઠી છે. રાજેશગીરી બાપુએ સીમરની કથામાં કોળી-ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન કર્યુ.તેમની સાથેના વૈવાહિક સંબંધને કલંક ગણાવાયા.રાજુબાપુનું આ ઘોર જાતિવાદી નિવેદનને સામાજિક વૈમનસ્ય ફેલાવનારૂ સાબિત થયું. પરિણામે 9 દિવસની કથા 6 દિવસમાં સમેટાઇ ગઇ.વીડિયો બનાવી ઠાકોર-કોળી સમાજની માફી પણ માગી.આ પહેલીવાર નથી કે કોઇ કથાકારે કથા સાથે વિવાદિત નિવેદન ન કર્યુ હોય.પોતાની મનઘડત વાતો જાહેરમાં થોપી ન હોય.,સવાલ એ છે કે કથામાં કેમ એવા દ્રષ્ટાંત-બોધ અપાય છે જે સમાજને ખટકે છે? કથાકારની નજરમાં દરેક સમાજ-ધર્મ સમાન કેમ નહીં?તથ્ય કે પ્રમાણ વગરની વાતો કરી લોકોમાં ભ્રમ કેમ ફેલાવાય છે?દ્ર્ષ્ટાંત અને બોધ સમાજમાં સુધારો લાવે તેવા કેમ નથી અપાતા?સમાજ-ધર્મ કે જ્ઞાતિ વચ્ચે વેર વધે તેવા નિવેદનો કેમ?

વિવાદિત ટિપ્પણી

ઉનાના સીમર શિવકથા ગામમાં હતી. શિવકથા દરમિયાન રાજુબાપુએ વિવાદિત ટિપ્પણી કરી હતી. શિવકથાકારે કરેલા નિવેદનથી કોળી-ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો છે. કોળી-ઠાકોર સમાજે માફી માગવાની વાત કરી છે. વિવાદિત નિવેદન બાદ આયોજકોએ કથા સમેટી લીધી હતી. 9 દિવસની કથા છઠ્ઠા દિવસે જ સમેટવાનો નિર્ણય કર્યો હતો. વિવાદ બાદ કાયદો વ્યવસ્થા માટે શાંતિ સમિતિની બેઠક બોલાવાઇ હતી. પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. કોળી સમાજના અગ્રણીઓ સાથે બેઠક થઇ હતી.

શિવકથાકાર રાજુબાપુ શું બોલ્યા?

શિવકથા દરમિયાન રાજુબાપુએ કરેલી ટિપ્પણીથી કોળી-ઠાકોર સમાજ નારાજ થયો છે. રાજુબાપુ કહ્યું હતું કે, બ્રાહ્મણ સાધુ સમાજના યુવક ઠાકોર-કોળી સમાજમાં લગ્ન કરે તો કલંક લાગે. જે કુળમાં સારો વિચાર-સંસ્કાર નથી તેમાં લગ્ન ન કરાય. તમારામાં જે લોહી ઉતર્યુ તે નીચા કુળ સાથે મળે તો સંતાનોમાં શું હોય?

રાજુબાપુએ માફી માગતા શું કહ્યું?

કોળી-ઠાકોર સમાજના રોષ બાદ રાજુબાપુએ તાત્કાલિક માફી માગી હતી. માફી માગવામાં પણ કોળી-ઠાકોર સમાજને ગરીમામાં રહેવાની સલાહ આપી હતી. રાજુબાએ કહ્યું હતું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે અને મારે કોળી-સમાજનું નામ લેવાનો ઇરાદો ન હતો. હું છતાં પણ કહું છું દરેક સમાજની એક ગરિમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માગુ છું. હું કોળી-ઠાકોર સમાજ સાથે મોટો થયો છું. વધુમાં કહ્યું કે, મારું વક્તવ્ય કડવું છે પણ તેમાં હજારો મા-બાપની વેદના છે. વ્યાસપીઠ પરથી હું જે બોલ્યો તે યોગ્ય નથી. મારા કડવા શબ્યો બદલ હું માફી માંગુ છું. કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. વધુમાં કહ્યું કે, મારા કર્મના કારણે મારાથી આ ભૂલ થઈ છે. ઠાકોર અને કોળી સમાજની હું માફી માંગુ છું

સમાજની માગ શું?

કથાકાર રાજુ બાપુના વિવાદિત નિવેદનથી ઠાકોર-કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, સંત આવા શબ્દો બોલી શકે નહીં. કથાકાર રાજુ બાપુ ડુપ્લિકેટ સંત છે. કથાકારે માફી માંગી તે રીત યોગ્ય નથી. કથાકારે ઠાકોર અને કોળી સમાજ સામે આવીને માફી માંગવાની જરૂર છે. માફી નહીં માંગવા પર ઉગ્ર આંદોલન કરવામા આવશે

વ્યાસપીઠથી અવિવેક કેમ?

વ્યાસપીઠએ વંદનીય અને પૂજનીય સ્થાન છે. કથાનું પઠન કરનારી વ્યક્તિ વ્યાસપીઠ પર બેસે છે. વ્યાસપીઠ પવિત્ર કથા વાંચવા માટેનું સ્થાન છે. કથાકારે વિવાદિત નિવેદનો કે દ્રષ્ટાંતો ન આપવા જોઇએ. વ્યાસપીઠથી કોઇ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી યોગ્ય નથી. વ્યક્તિ વિશેષ વિશેની ટિપ્પણી પણ યોગ્ય નથી. કોઇ ધર્મ,સમાજ કે જ્ઞાતિ વિશે અંગત મંતવ્ય ન આપવા જોઇએ. કથા સુસંગત દ્રષ્ટાંત અથવા શાસ્ત્રોક્ત વાતો કહેવી જોઇએ. સકારાત્મક વાતો, પરસ્પરના વ્યવહાર સુધરે તેવા દ્રષ્ટાંતો હિતાવહ છે. કથાકાર મનઘડત વાત કહે તે વ્યાસપીઠનું અપમાન છે

ક્યા ક્યા સંતો નિવેદનોથી રહ્યાં વિવાદમાં?

રાજુબાપુ-શિવકથાકાર

ઠાકોર-કોળી સમાજ વિશેની ટિપ્પણીનો વિવાદ

કે.પી.સ્વામી

પાકિસ્તાનની જય બોલાવી

નિરંજન સ્વામી

જસદણની સભામાં દેવતાઓને લઇ આપ્યું હતું નિવેદન

બ્રહ્મસ્વરૂપ સ્વામી

નાથ સંપ્રદાય વિરૂદ્ધ આપ્યું હતું નિવેદન

ખોડિયાર માતા વિશે કર્યુ હતું નિવેદન

વાંચવા જેવું: NDRFની 15 તો SDRFની 11 કંપની તૈયાર, ચોમાસાની તૈયારી માટે સરકારે કસી કમર

સ્વામી દર્શનવલ્લભ સ્વામી

સ્વામિનારાયણ ભગવાનની પ્રશંશા સાથે અન્ય ધર્મની કરી હતી ટીકા

મોરારિબાપુ

ભગવાન કૃષ્ણ વિશે કર્યુ હતું વિવાદિત નિવેદન

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Rajeshgiri Bapu statement Gir Somnath News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ