બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દુર્ઘટના કે હત્યા? હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિના મોત બાદ ચાલી રહી છે અનેક અટકળો, મોસાદ ટ્રેન્ડમાં!

વિશ્વ / દુર્ઘટના કે હત્યા? હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિના મોત બાદ ચાલી રહી છે અનેક અટકળો, મોસાદ ટ્રેન્ડમાં!

Last Updated: 06:16 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iranian President Ebrahim Raisi Death: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટ રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને સોમવારે તેમના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ખરાબ વાતાવરણને કારણ જણાવવામાં આવી રહ્યું છે પરંતુ આ વચ્ચે રઈસીના મોતને લઈને ઘણી કોન્સપિરેસી થ્યોરી પણ સામે આવી રહી છે.

રવિવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું મોત થઈ ગયું છે. રાષ્ટ્રપતિની સાથે હેલિકોપ્ટમાં ઈરાની વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સહિત 9 લોકો સવાર હતા. સોમવારે ઈરાની મીડિયાએ પોતાના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીના મોતની પુષ્ટિ કરી છે. સોમવારે એક ઈરાની અધિકારીએ જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ રઈસી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે સંપૂર્ણ રીતે બળી ગયેલું મળ્યું.

ખરાબ વાતાવરણના કારણે બચાવકર્મીઓને ઘટનાની જગ્યા પર જવામાં કલાકોની મહેનત કરવી પડી. ઓફિશ્યલ રીતે જ્યાં ઘટનાનું સંભવિત કારણ વરસાદ અને ધુમ્મસ વાળુ ખરાબ વાતાવરણ જણાવવામાં આવી રહ્યું છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર અમુક લોકો તેને ઈરાનના દુશ્મન ઈઝરાયલનું ષડયંત્ર જણાવી રહ્યા છે.

સવાલ એટલે પણ ઉઠી રહ્યો છે કારણ કે હાલમાં હમાસ અને ઈઝરાયલના તણાવમાં ઈરાન ખુલીને હમાસનું સમર્થન કરી રહ્યું હતું અને થોડા દિવસોથી ઈરાન અને ઈઝરાયલ બન્નેની તરફથી એક બીજાને ટાર્ગેટ કરી હવાઈ હુમલામાં નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.

બે હેલિકોપ્ટર સહી-સલામત પરત ફર્યા, રઈસીનું હેલિકોપ્ટર જ કેમ થયું ક્રેશ?

સોશિયલ મીડિય પર ઈરાનના અમુક લોકો રઈસીના મોતની પાછળ ષડયંત્રની વાત કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે રાષ્ટ્રપતિના કાફિલામાં ત્રણ હેલિકોપ્ટર હતા તો આવું કેમ થયું કે બે હેલિકોપ્ટર સહી-સલામત આવી ગયા અને રાષ્ટ્રપતિનું જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શિકાર થઈ ગયું.

એક રિપોર્ટ અનુસાર ઘણા ઈરાનિયોનું કહેવું છે કે આ દુર્ઘટનાની પાછળ ઈઝરાયલ હોઈ શકે છે. આ કોન્સપિરેસી થ્યોરી એટલા માટે પણ સામે આવી છે કારણ કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાની વચ્ચે અમુક સમય પહેલા ઈરાનને ઈઝરાયલ પર હુમલો કરી દીધો હતો. ઈઝરાયલે ત્યારે કહ્યું હતું કે ઈરાનને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

વધુ વાંચો: શું તમારો પણ સ્માર્ટફોન ગરમીની સિઝનમાં રહે છે ગરમ? તો અપનાવો આ 5 ટ્રિક્સ, રહેશે ઠંડો

ઈઝરાયલે એપ્રિલની શરૂઆતમાં સીરિયાની રાજધાની દમિશ્કમાં એરસ્ટ્રાઈક કર્યું હતું જેમાં ઈરાનના બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા જેહાદીનું મોત થયું હતું. જેહાદી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્સના સીનિયર કમાન્ડર હતા. હવે ઈરાની એવું રહી રહ્યા છે કે રઈસીના મોતની પાછળ પણ ઈઝરાયલનો હાથ છે. જોકે ઈઝરાયલે ક્યારેય ઈરાનના રાષ્ટ્રપ્રમુખોને નિશાન નથી બનાવ્યા. રઈસીના મામલા પર ઈરાને સ્પષ્ટતા પણ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

President Ebrahim Raisi Death Ebrahim Raisi Death Conspiracy ઈરાનના રાષ્ટ્રપતિ Iran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ