બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હત્યા કે દુર્ઘટના! 1965માં ગુજરાતમાં પણ બની હતી ઈરાન જેવી ઘટના, પાકિસ્તાને લીધો હતો ભોગ

મર્ડર એક મિસ્ટ્રી / હત્યા કે દુર્ઘટના! 1965માં ગુજરાતમાં પણ બની હતી ઈરાન જેવી ઘટના, પાકિસ્તાને લીધો હતો ભોગ

Last Updated: 08:05 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવીજ એક ઘટના વર્ષો પહેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતમાં પણ ઘટી હતી, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ જીવ ગુમાવ્યો હતો

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું, અને સોમવારે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ.. આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ ખરાબ હવામાન કારણ હોવાનું પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું છે, પરંતુ બીજી તરફ કેટલાક લોકો આ દુર્ઘટના નહીં પણ ઇઝરાયેલનું ષડયંત્ર હોવાનું જણાવી રહ્યા છે. આગળ વાત કરીએ એ પહેલા આપણે ઇરાના પ્રેસિડેન્ટનો એ વીડિયો જોઇ લઇએ જે દુર્ઘટના પહેલાનો તેમનો અંતિમ વીડિયો છે.

1965ની ઘટનામાં ગુજરાતે તેના મુખ્યમંત્રી ગુમાવ્યા હતા

ઇરાનના પ્રેસિડેન્ટ સાથે જે થયું તે ભલે ષડયંત્ર હોય કે ન હોય પરંતુ તેણે વર્ષો પહેલા ગુજરાતમાં ઘટેલી એક ઘટનાની યાદ અપાવી છે. ઘટના 1965ની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો સળગતી હતી.. પાકિસ્તાન તરફથી વારંવાર કાંકરીચાળો થઇ રહ્યો હતો.. જે બાદ સ્થિતિ વકરી અને યુદ્ધ ફાટી નીકળ્યું

ભારત યુદ્ધ જીતી ગયું. પરંતુ આ યુદ્ધમાં ગુજરાતે તેના મુખ્યપ્રધાન ગુમાવી દીધા. આ મુખ્યમંત્રી એટલે બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતાનું મૃત્યુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયું હતું.

સૈનિકોનો જુસ્સો વધારવા મુખ્યમંત્રી સરહદ પર જવા રવાના થયા હતા

ભારત-પાકિસ્તાનું એ યુદ્ધ એપ્રિલ 1965માં શરૂ થયું હતું અને સપ્ટેમ્બર 1965 સુધી ચાલ્યું હતું. .આ દરમ્યાન પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની કચ્છની બોર્ડર ઉપર પણ બંદુકો અને તોપો ધણધણી રહી હતી. આ દરમ્યાન તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ સૈનિકોનો જુસ્સો વધારવા, કચ્છની બોર્ડરની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો, અને આ નિર્ણયે તેમનો જીવ લઇ લીધો. તેઓ પોતાની પત્ની સરોજિની સાથે કચ્છની મુલાકાત માટે નીકળ્યા.

balwatn final

એ જ સમયે પાકિસ્તાનના ફાઇટર પ્લેને ટેકઓફ કર્યુ

બરાબર એ જ સમયે પાકિસ્તાનના મેરીપુર એરબેઝ પરથી એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ ટેક ઓફ થયું. આ ફાઈટર જેટના પાઈલટ હતા કૈસ મઝહર હુસૈન, એક ઇન્ટરવ્યૂમાં તેમણે સમગ્ર ઘટનાને લઇને વાત કરતા કહ્યું હતું કે ભારતની સરહદ નજીક ઉડી રહેલા આ પ્લેનની બાતમી મેળવવાનું કામ તેમને સોંપાયું હતું.

મુખ્યમંત્રીના પ્લેને સાંકેતિક ભાષામાં કહ્યું 'અમને જવા દો'

તેમણે કહ્યુ કે ' ટેક ઓફ બાદ રડાર સ્ટેશનથી તેમને 20 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડવાની સલાહ અપાઇ, . આ જ ઉંચાઈ પર તેઓ ફાઈટર જેટ લઈ ભારતીય સરહદમાં પણ ઘૂસ્યા. ત્રણ ચાર મિનિટ બાદ તેમને નીચે આવવા કહેવાયું. 3 હજાર ફૂટની ઉંચાઈ પર તેમને એક ભારતીય જેટ દેખાયું, જે ભૂજ તરફ જઈ રહ્યું હતું. જો કે સિવિલિયન એરક્રાફ્ટ હોવાથી તેમણે તેના પર ફાયરિંગ ન કર્યું અને કંટ્રોલરને જાણ કરી. કંટ્રોલર તરફથી પણ તાત્કાલીક કોઇ આદેશ ન મળ્યો. આ દરમ્યાન કૈસે ભારતીય જેટને ઈન્ટરસેપ્ટ કર્યુ જે બાદ પાઈલટે પ્લેનની બંને વિંગ્સ હલાવવાની શરૂઆત કરી. જેનો સાંકેતિક રીતે અર્થ થાય છે કે અમને જવા દો.

આ પણ વાંચોઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈશીના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, જુઓ 5 મહત્વના અપડેટ

100 ફૂટ દૂરથી ફાયરિંગ અને પ્લેન ક્રેશ થઇ જમીન પર પડ્યું

કૈસે ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે થોડીવાર રહીને તેમને તે પ્લેનને શૂટ કરવા ઓર્ડર મળ્યા. પરંતુ એક સિવિલિયન પ્લેનને ટાર્ગેટ કરવા માટે તે સજ્જ ન હતા. અને અસમંજસમાં હતા , પરંતુ કંટ્રોલરનો આદેશ માન્યા વગર તેમને છૂટકો નહોતો આખરે 100 ફૂટ દૂરથી તેમણે ફાયર કર્યું. અને ગણતરીની સેકન્ડમાં ગુજરાતના મુખ્યમંત્રી અને તેમની પત્નીને લઇ જતું એ પ્લેન સીધું જમીન પર પછડાયું.' માત્ર તત્કાલીન મુખ્યમંત્રી અને તેમના પત્ની જ નહીં આ પ્લેનમાં સવાર તમામ 9 લોકો આ હુમલામાં મોતને ભેટ્યા હતા.

હાલ કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે

ઇરાનના રાષ્ટ્રપતિનું મોત હાલ તો હેલિકોપ્ટર દુર્ઘટના હોવાનું કહેવાય છે.. પરંતુ ઘણા લોકો આને એવું જ ષડયંત્ર ગણે છે જેવું પાકિસ્તાને ભારત સાથે કર્યુ હતું અને ગુજરાતના મુખ્યમંત્રીનો જીવ ગયો હતો. જો કે હાલ કંઇ કહેવું ઉતાવળીયુ ગણાશે કારણ કે એક તરફ જ્યાં ઇઝરાયેલા આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે આમાં તેનો કોઇ હાથ નથી તો બીજી તરફ એક્સપર્ટસ કહી રહ્યા છે કે ઇઝારાયેલે હમેંશા ઇરાનની મિલિટ્રી અને ન્યુકિલઅર સાથે સંબંધિત લોકોને ટાર્ગેટ કર્યા છે, ક્યારેય ઇરાનના હાઇપ્રોફાઇલ રાજકીય નેતાઓને નિશાન બનાવ્યા નથી.. દ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Balwantrai Mehta Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ