બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઠાકોર-કોળી સમાજ પર વિવાદિત નિવેદન પર આગેવાન નવઘણજી ઠાકોરનું એલાન, ઉગ્ર આંદોલનની ચીમકી
Last Updated: 08:31 PM, 20 May 2024
કોળી સમાજ અને ઠાકોર સમાજ વિરુદ્ધ રાજુબાપુની વિવાદીત ટિપ્પણી બાદ ઠાકોર સમાજ અને કોળી સમાજમાં તેમની સામે ભારે રોષ ફેલાયો છે.. રાજુબાપુના નિવેદન બાદ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે કથાકાર રાજુ બાપુને ડુપ્લિકેટ સંત ગણાવ્યા છે.. આ મામલે રાજુ બાપુએ માફી માંગી છે પરંતુ નવઘણજી ઠાકોરે કહ્યું કે તેમણે જે રીતે માફી માંગી તે યોગ્ય નથી. તેમણે ઠાકોર અને કોળી સમાજની સામે આવીને માફી માંગવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ADVERTISEMENT
શું કહ્યું હતું રાજુ બાપુએ ?
મહત્વપૂર્ણ છે કે ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. તેમણે વાણીવિલાસ કરતા કહ્યું કે, આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ તેમની નિંદા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
માફી માંગીને કહ્યું મારો આવો કોઇ ઇરાદો નહોતો
રાજુબાપુએ વિવાદ વકરતા માફી માંગી લીધી હતી અને વીડિયો જાહેર કરીને કહ્યું કે મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો. છતાં પણ કહું છું કે દરેક સમાજની ગરિમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માંગું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.