બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જલેબીવાળા'એ 120 છોકરીઓ પર રેપ કરીને વીડિયો બનાવ્યો, હાર્ટએટેકથી મર્યો, કેવી રીતે ફસાવી?

હરિયાણા / 'જલેબીવાળા'એ 120 છોકરીઓ પર રેપ કરીને વીડિયો બનાવ્યો, હાર્ટએટેકથી મર્યો, કેવી રીતે ફસાવી?

Last Updated: 08:12 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

120થી વધુ મહિલાઓ પર રેપ કરીને અશ્લિલ વીડિયો બનાવનાર જલેબી બાબાનું હાર્ટ એટેકથી મોત થયું છે.

120થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરનાર હરિયાણાના જલેબી બાબાનું હિસાર જેલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. જલેબી બાબાએ નશીલી દવા ભેળવીને 120થી વધુ છોકરીઓ અને મહિલાઓ પર રેપ કર્યો હતો. દુષ્કર્મી બાબો 14 વર્ષની જેલમાં સજા ભોગવી રહ્યો હતો. બુધવારે જેલમાં તેમની તબિયત અચાનક બગડતાં તેમને અગ્રોહા પીજીઆઈમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પીજીઆઈમાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આશ્રમમાંથી મળી 30 સેક્સ સીડી

આશ્રમમાં જલેબી બાબા મહિલાઓને તંત્ર મંત્રના નામે નશીલા પદાર્થ ખવડાવી બળાત્કાર કરતો હતો અને આ રીતે તેના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા 120 પર પહોંચી હતી. તેના આશ્રમમાંથી 30થી વધુ સેક્સ સીડી પણ મળી આવી હતી. જલેબી બાબા મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કરતા હતા. જુલાઈ 2018 માં, ફતેહાબાદ જિલ્લા ટોહાનામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બળાત્કારી જલેબી બાબા ઉર્ફે બિલ્લુરામ ઉર્ફે અમરપુરી એક મહિલા સાથે સેક્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ટોહાનાના લોકોમાં વિરોધ થયો હતો અને બાબા વિરુદ્ધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પછી, દબાણમાં આવીને, ટોહાના પોલીસે 19 જુલાઈ 2018 ના રોજ ટોહાનાના તત્કાલીન શહેર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રદીપ કુમારની ફરિયાદ પર બાબા વિરુદ્ધ કેસ નોંધ્યો, ત્યારબાદ તેની પણ ધરપકડ કરવામાં આવી અને કોર્ટે તેને 14 વર્ષની સજા કરી હતી.

વધુ વાંચો : VIDEO : દારુના નશામાં છોકરીએ રસ્તા વચ્ચે કર્યાં નખરાં, પોલીસવાળા સામે કપડાં ઉતાર્યાં

જલેબીની લારી ચલાવતો તેથી નામ પડ્યું જલેબી બાબા

જલેબી બાબા તરીક ઓળખાતો બિલ્લુરામ ઉર્ફ અમરપુરી પહેલા જલેબીની લારી ચલાવતો હતો અને બાદમાં તે ખૂબ ફેમસ થયો હતો અને એક બાબા સાથે મુલાકાત બાદ તેણે આશ્રમ ખોલ્યો અને બિલ્લુમાંથી જલેબી બાબા બની ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ